10 જેને તમે માફ કરો છો એને હું માફ કરું છું, કેમ કે જેને પણ માફ કરવાની જરૂર છે મેં પાકી રીતેથી એને પેલાથી જ માફ કરી દીધા છે, અને મેં એને તમારી ભલાય હાટુ મસીહની હામે માફ કરી દીધા છે.
ઈ હાટુ પરમેશ્વરે કીધું કે, “અંધારામાંથી અજવાળુ સમકે,” અને અજવાળાની જેમ પરમેશ્વરે આપડા હૃદયમાં હમજણ આપી, જેથી આપણે તેઓની મહિમાને જોય હકી જે ઈસુ મસીહના મોઢા ઉપર દેખાય છે.