જઈ પાઉલ અને બાર્નાબાસને તેઓની હારે બોવ કચ કચ અને વાદ-વિવાદ થયો તો ઈ ભાઈઓએ નક્કી કરયુ કે, પાઉલ અને બર્નાબાસ, અંત્યોખના થોડાક લોકો હારે યરુશાલેમ શહેરમાં જાહે અને આ પ્રશ્ન ઉપર ગમાડેલા ચેલાઓ અને મંડળીના વડવા હારે વાત સીત કરશે.
ઈ હાટુ હું તમને આ વાતો લખી રયો છું, એનાથી પેલા કે, હું તમારી પાહે આવું જેથી તમને સજા આપી મને મારા અધિકારોને દેખાડવાની જરુરનો પડે જે પરભુએ મને આપ્યુ, કેમ કે હું પોતાના અધિકારનો ઉપયોગ તમારા વિશ્વાસને મજબુત કરવા હાટુ માગું છું; નો તો નાશ કરવા હાટુ.
કેમ કે, ઘણાય દુખોથી અને હૃદયની વેદનાથી; મેં ઘણાય આંહુડા પાડીને આ પત્ર લખ્યો, ઈ હાટુ નય કે, તમે દુખી થાવ, પણ ઈ હાટુ કે, તમારી ઉપર મારો જે મહાન પ્રેમ છે ઈ તમે જાણો.