7 હવે અમે પરમેશ્વરને પ્રાર્થના કરી રયા છયી કે, તમે કાય ખોટુ કામ નો કરો, અમે સફળ દેખાય ઈ હાટુ નય પણ ઈ હાટુ કે, જો અમે અસફળ જેવા હોયી, તોય તમે હાસુ જ કરો.
કેમ કે તમારામાંથી થોડાક લોકો કેય છે કે, “પાઉલના પત્રો તો કડક અને અસરકારક છે, પણ જઈ ઈ હામે રૂબરૂ થાય છે, તઈ ઈ નબળો માણસ અને એનું શબ્દોથી બોલવું દમ વગરનું હોય છે.”
ઈ હાટુ, વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જે-જે વાતુ હાસી છે, અને જે-જે વાતો માન આપવાને લાયક છે, અને જે-જે વાતો ન્યાયી છે, જે-જે વાતો પવિત્ર છે, અને જે-જે વાતો હારી છે, અને જે-જે વાતો વખાણ કરવામા આવે છે, જેમ કે, જે પણ બોવ હારી અને માનનીય છે, ઈ બાબતો વિષે વિસાર કરો.
રાજાઓ હાટુ અને બધાય અધિકારીઓ હાટુ પણ પ્રાર્થના કરો, જેથી તેઓ આપડે શાંતિ અને સુરક્ષાથી રેવામાં મદદ કરે અને આપડે પરમેશ્વરનું ભજન કરી હકી અને બીજાના પ્રત્યે કાયમ હારો વ્યવહાર રાખવો.
આશીર્વાદિત છે ઈ માણસ, જે પરીક્ષણોમાં ઉભો રેય છે, કેમ કે, તેઓ પોતાના વિશ્વાસમા સાબિત થયા પછી ઈ અનંતજીવનનો મુગટ પામશે, જેનો વાયદો પરમેશ્વરે ઈ બધાય લોકો હાટુ કરયો છે; જે એને પ્રેમ કરે છે.
એની હારે હારો વેવાર કરતાં રયો જે પરમેશ્વરને નથી જાણતા. જો તમે આવું કરશો, જો કે તેઓ કેહે કે, તમે ભુંડાય કરો છો તેઓ જોહે કે, તમે હારા કામ કરો છો, અને પરમેશ્વરનાં આવવાના દિવસે પરમેશ્વરની સ્તુતિ કરશો.