કેમ કે મને બીક છે કે, ક્યાક એવું નો થાય કે, હું આવીને જેવું ઈચ્છું છું, એવું તમને નો પામુ, અને મને પણ જેવું તમે નથી ઈચ્છતા એવુ જ પામો કે, તમારામાં બાધણા, અદેખાઈ, રિહ, વિરોધ, ઈર્ષા, ખટપટ, અભિમાન અને અવ્યવસ્થા હોય.
ઈ હાટુ હું તમને આ વાતો લખી રયો છું, એનાથી પેલા કે, હું તમારી પાહે આવું જેથી તમને સજા આપી મને મારા અધિકારોને દેખાડવાની જરુરનો પડે જે પરભુએ મને આપ્યુ, કેમ કે હું પોતાના અધિકારનો ઉપયોગ તમારા વિશ્વાસને મજબુત કરવા હાટુ માગું છું; નો તો નાશ કરવા હાટુ.