આ પરકારે પવિત્ર આત્મા પણ આપડી મદદ કરે છે, જઈ પરમેશ્વરમાં આપડો ભરોસો નબળો છે. કેમ કે, આપડે નથી જાણતા કે, પ્રાર્થના કય રીતે કરવી જોયી પણ પવિત્ર આત્મા આપડી હાટુ નિહાકા નાખીને પ્રાર્થના કરે છે જેને શબ્દોમાં કય હકાતું નથી.
તેઓ માણસો દેહિક હતા ઈ વખતે પોતાના મોતમાંથી બસાવવા હાટુ જે શક્તિશાળી હતા, તેઓની પાહે મોટા અવાજે, આહુડા હારે પ્રાર્થના અને વિનવણી કરી અને તેઓએ આધિનતાથી પરમેશ્વરની વાતોને મહિમા આપી, ઈ હાટુ તેઓની પ્રાર્થના હાંભળવામાં આવી;