7 ઈ હાટુ જેથી પરમેશ્વરે મને ઉતમ વાતો દેખાડી છે એની ઉપર હું અભિમાની નો બની જાવું, ઈ હાટુ મારા દેહમાં દુખાવો દેવામાં આવ્યો છે, શેતાનનો એક દૂત મને મારે અને અભિમાન કરવાથી મને છેટા રાખે.
જે માણસ પાપ કરે છે એને બારે કાઢી મેલો, ઈ માણસને શેતાનની તાકાતમાં પાછા મોકલી દયો, ઈ હાટુ કે, પસ્તાવો કરે છે તો પાછો ફરીને આયશે અને ન્યાયના દિવસે એની આત્મા તારણ પામી હકે.
કેમ કે તમારામાંથી થોડાક લોકો કેય છે કે, “પાઉલના પત્રો તો કડક અને અસરકારક છે, પણ જઈ ઈ હામે રૂબરૂ થાય છે, તઈ ઈ નબળો માણસ અને એનું શબ્દોથી બોલવું દમ વગરનું હોય છે.”
એના દ્વારા આપડે ઈ દરેક વિરોધને, ઈ દરેક અભિમાન કરવાવાળાને, જે પરમેશ્વરનાં જ્ઞાનની વિરુધ માથું ઉસુ કરે છે એને પછાડી દેય છે, અને દરેક વિસારોને કાબુ કરીને મસીહને આધીન બનાવી દેય છે.