5 હું તો આવા માણસ ઉપર અભિમાન કરય, પણ મારી નબળાયને છોડીને, પોતાના વિષે અભિમાન નય કરૂ.
એવી રીતે જે યશાયા આગમભાખયા વડે કીધુ હતું ઈ પુરૂ થાય “એણે પોતે આપણા દુખ લીધા અને આપણા રોગોને છેટાં કરી દીધા.”
ખરેખર હું તમારા લોકોની વસે રેતી વખતે નબળાય, ભયમાં અને બીય ગયેલો હતો.
જો કોય વાત ઉપર અભિમાન કરવાનું થાય, તો હું પોતાની નિર્બળતાઓનું અભિમાન કરય.
અભિમાન કરવાથી કાય ફાયદો નથી, તો પણ અભિમાન કરવુ પડે છે. પણ પરભુએ મને જે દર્શન અને પ્રકટીકરણ આપ્યુ છે એના વિષે સરસા કરય.