જઈ ઈ તળાવમાંથી બારે આવ્યા, તઈ પરભુની આત્મા ફિલિપને ઉપાડીને લય ગય, અને ખોજાને પાછો જોવા મળો, તઈ ઈ પાછો પોતાના દેશમાં વયો ગયો, અને એનાથી બોવ રાજી થયો કે, પરમેશ્વરે મને બસાવી લીધો છે.
હું મસીહમાં એક માણસને જાણું છું, જેને સવુદ વરહ પેલા જ્યાં પરમેશ્વર રેય છે ન્યા સ્વર્ગમાં લય લેવામાં આવ્યો, દેહની હારે કા તો આત્માની હારે ઈ પરમેશ્વર જ જાણે છે.
તઈ ઈ બાયે એક છોકરાને જનમ આપ્યો પણ એને અજગર ખાય નો હકયો કેમ કે, એને તરત આસકી લીધો અને પરમેશ્વર એને એની રાજગાદી ઉપર લીયાવો, ઈ છોકરો એક લોઢાંની લાકડીથી બધાય દેશોના લોકો ઉપર રાજ કરશે.
જે કોય પણ મારા સંદેશાને હમજવા માગે છે, એને આ સંદેશાને ધ્યાનથી હાંભળવો જોયી, જે પરમેશ્વરની આત્મા મંડળીને કેય છે, સંદેશો આ છે કે, હું ઈ લોકોને જે વિજય મેળવે છે એને સ્વર્ગના બગીસામાથી ઈ ઝાડના ફળ ખાવાની રજા આપય, જે અનંતજીવન દેય છે.