Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 12:20 - કોલી નવો કરાર

20 કેમ કે મને બીક છે કે, ક્યાક એવું નો થાય કે, હું આવીને જેવું ઈચ્છું છું, એવું તમને નો પામુ, અને મને પણ જેવું તમે નથી ઈચ્છતા એવુ જ પામો કે, તમારામાં બાધણા, અદેખાઈ, રિહ, વિરોધ, ઈર્ષા, ખટપટ, અભિમાન અને અવ્યવસ્થા હોય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 12:20
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

તેઓ તો બધીય પરકારના અન્યાયીપણુ, ભુંડાય, લોભ, ઈર્ષ્યા, અદેખાય, હત્યા, બાધણા, કપટ, ભુંડી વાતુ, અને કાન ભંભેરનાર,


નીન્દાખોર, પરમેશ્વરનાં વેરી, દુષ્ટ, અભિમાની, દેખાડો કરનારા, પ્રપંચી, મા-બાપની આજ્ઞાને નો માનનારા


પણ જે સ્વાર્થી છે અને હાસને નથી માનતા અને જે ભુંડુ કરવા માગે છે, એની ઉપર પરમેશ્વર ગુસ્સે થાહે અને બોવજ કઠણ દંડ આપશે.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, ક્લોએના પરિવારના લોકોએ મને બતાવ્યું છે કે, તમારા એક-બીજામાં બાધણા થય રયા છે.


કેમ કે, પરમેશ્વર અવ્યવસ્થાના નથી, મેળ કરાવવા અને શાંતિનો પરમેશ્વર છે, આજ નિયમ પરમેશ્વરનાં લોકોની દરેક મંડળીઓમાં પાલન કરવામાં આવે છે.


તમને આ વાતોથી શરમ અને દુખ થાવુ જોયી અને જે માણસે કરેલ છે એને મંડળીમાંથી કાઢી મુકવો જોયી, પણ એના બદલે તમે ગર્વ અનુભવો છો.


હું પરમેશ્વરને સાક્ષી રાખીને કવ છું કે, તમારી ઉપર દયા કરીને હું હજી હુંધી કરિંથી શહેરમાં પાછો આવ્યો નથી;


જઈ હું તમારી પાહે આવું તઈ તમારી પ્રત્યે કઠોર વ્યવહાર કરવો નો પડે. કેમ કે જે લોકો હમજે છે કે, આપડે આ જગતના લોકોની જેમ વ્યવહાર કરી છયી, એના પ્રત્યે મેં કઠોરતા દેખાડવાનું નક્કી કરયુ છે.


અને જઈ તમે પુરી રીતેથી મસીહની આજ્ઞાનું પાલન કરશો, તઈ જે આજ્ઞાનું પાલન નય કરે એને આપડે સજા આપવા હાટુ તૈયાર છયી.


ક્યાક એવું નો થાય કે, જઈ હું પાછો આવય, તો મારો પરમેશ્વર મારુ અપમાન કરે અને મારે બોવ બધા હાટુ પછી હોગ પાળવો પડે, જેઓએ પેલા પાપ કરયુ હતું, અને તે ખરાબ કામો, અને છીનાળવા, વાસનાભરાથી, જે તેઓએ કરયુ, એની હાટુ પસ્તાવો નથી કરયો.


જેઓએ પેલાથી પાપ કરયા હતા તેઓએ અને બાકીના બીજા બધાયને હું સેતવણી આપવા માગુ છું. આ પેલા મારી બીજી મુલાકાત દરમિયાન પણ મેં સેતવણી આપી હતી કે, અને ફરી હું જઈ તમારામાંથી છેટો છું તઈ પણ સેતવુ છું. હવે પછી હું આવય તઈ સજામાંથી કોય બસી હકશે નય.


ઈ હાટુ મે મારા મનમાં નક્કી કરી લીધું હતું કે, પાછો ન્યા આવીને તમને દુખી નો કરૂ.


પણ જો તમે જનાવરની જેમ એક-બીજા કવડો અને ફાડો છો, તો તમારે સાવધાન રેવું જોયી કે, ક્યાક તમે એક-બીજાનો નાશ નો કરી નાખો.


ઈ હાટુ આપડે ગર્વ નો કરવો જોયી, આપડે એક-બીજાને ખીજાવું નો જોયી કે, આપડે એક-બીજાની ઈર્ષા નો કરવી જોયી.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક-બીજાની નિંદા કરવી નય, જે પોતાના વિશ્વાસી ભાઈની નિંદા કરે છે કા પોતાના વિશ્વાસી ભાઈ ઉપર આરોપ લગાડે છે, ઈ નિયમની નિંદા કરે છે, અને નિયમની ઉપર નિંદા લગાડે છે. જો તુ નિયમશાસ્ત્રની નિંદા કરે છે તો તુ નિયમશાસ્ત્ર ઉપર હાલનારો નથી પણ એની ઉપર એવો આરોપ લગાડે છે જેમ કે, તુ નિયમશાસ્ત્રનો ન્યાય કરનાર છો.


ઈ હાટુ, બધાય પરકારના ખરાબ વ્યવહારની ના પાડો, બીજાઓને દગો નો આપો, ઢોંગી નો બનો, બીજાઓથી ઈર્ષા નો રાખો, બીજા લોકોની વિરુધ ખરાબ વાતો કરવી નય.


જઈ તેઓ લોકોને શિક્ષણ આપે છે, તો ઈ ખોટા અને અભિમાનથી ભરેલા શબ્દોનો ઉપયોગ કરે છે. ઈ લોકોને કેય છે કે, ઈ એવા શરમજનક કામો કરી હકે છે, જે તેઓનો દેહ કરવા માગે છે અને ઈ તેવા લોકોને ફરીથી પાપ કરવા ભરમાવી દેય છે, જે હમણાં-હમણાં જ આવા પાપી જીવનથી બસીને બાર નીકળા છે.


આ લોકો સદાય પરમેશ્વરની વિરુધ બોલે છે, અને બીજા લોકોમા વાક ગોતે છે. તેઓ પોતે વારંવાર ખરાબ કામો કરે છે, જે એનુ હૃદય કરવાનું ઈચ્છે છે, ઈ પોતાના વિષે અભિમાનથી દાવો કરે છે અને પોતાનો લાભ મેળવવા હાટુ બીજા લોકોની ખુશામત કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ