2 હું મસીહમાં એક માણસને જાણું છું, જેને સવુદ વરહ પેલા જ્યાં પરમેશ્વર રેય છે ન્યા સ્વર્ગમાં લય લેવામાં આવ્યો, દેહની હારે કા તો આત્માની હારે ઈ પરમેશ્વર જ જાણે છે.
આન્દ્રોનિક્સ અને જુનિયાસને જે મારા સાથી યહુદી છે અને જે મારી હારે કેદ થયા હતાં અને ગમાડેલા ચેલાઓ એને હારી રીતે ઓળખે છે અને મારાથી પેલા મસીહના ચેલા બન્યા હતા. તેઓને મારા સલામ.
પણ પરમેશ્વરે તમને મસીહ ઈસુની હારે એક મંડળી તરીકે નીમ્યા છે, અને મસીહ દ્વારા ઈ આપણે પોતાનું જ્ઞાન આપે છે. પરમેશ્વર પણ આપણને એની નજરમાં ન્યાયી બનાવે છે. મસીહ દ્વારા આપણને પવિત્ર બનાવામાં આવે છે, અને ઈ આપણને પાપથી બસાવે છે.
જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.
કેમ કે મસીહ હાથે બનાવેલા પવિત્ર જગ્યા કે, જે હાસાયનો નમૂનો છે એમા ગ્યા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, ઈ હાટુ કે ઈ હમણાં આપણી હાટુ પરમેશ્વરની હામે હાજર થાય.
અઠવાડીયામાં એક દિવસે જઈ આપડે બીજા વિશ્વાસુઓની હારે પરભુનું ભજન કરી છયી. પરમેશ્વરનાં આત્માએ મને નિયંત્રણમાં કરી લીધો તઈ મે મારી પાછળ કોકને બોલતા હાંભળો. ઈ અવાજ એક રણશિંગડું વગડવાના જેવો હતો.
તઈ ઈ બાયે એક છોકરાને જનમ આપ્યો પણ એને અજગર ખાય નો હકયો કેમ કે, એને તરત આસકી લીધો અને પરમેશ્વર એને એની રાજગાદી ઉપર લીયાવો, ઈ છોકરો એક લોઢાંની લાકડીથી બધાય દેશોના લોકો ઉપર રાજ કરશે.