ઈ હાટુ મેં તિમોથીને જે પરભુમાં મારો વાલો અને વિશ્વાસુ દીકરો છે, તમારી પાહે મોકલ્યો છે, અને ઈ તમને ઈસુ મસીહમાં જીવન જીવવા હાટુ હું શું કરું છું? હું કેમ વ્યવહાર કરું છું? જેમ કે, હું દરેક જગ્યાએ દરેક મંડળીમાં શિક્ષણ આપું છું ઈ બધાય તમને યાદ દેવરાવતા રેહે.
મે તિતસને મનાવીને એની હારે એક વિશ્વાસી ભાઈને મોકલ્યો, તિતસે દગો કરીને તમારી પાહેથી કાય પણ લય લીધું નથી. અને આપડે બેય એક જ આત્મામાં એક જ પગલે હાલ્યા છયી.
ઈ હાટુ મેં સાથી વિશ્વાસી ભાઈઓને આ વિનવણી કરવાનું જરૂરી હંમજ્યુ કે, તેઓ પેલા તમારી પાહે આવે અને જે આશીર્વાદ આપવાનું તમને કીધું હતું, એને ભેગુ કરી લેય, આ દબાણથી નય પણ ઉદારતાથી આપે છે એવી ખબર પડે.