આ પત્ર હું પાઉલ, જે મસીહ ઈસુનો ચાકર છું અને ગમાડેલો ચેલો થાવા હાટુ પરમેશ્વર દ્વારા ગમાડવામાં આવ્યો અને પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરવા હાટુ જુદો કરાણો છે.
જો બીજાઓ તમારી ઉપરનાં ઈ હકનો લાભ લેય છે તો તેઓના કરતાં અમે વધારે હકદાર છયી, તો પણ ઈ હકનો અમે ઉપયોગ કરયો નથી, પણ મસીહના હારા હમાસારને કાય અટકાવરૂપ નો થાય ઈ હાટુ અમે બધાય સહન કરી છયી.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને અમારી કઠણ મેનત યાદ હશે કે, તમને અમારી જરૂરીયાતોનું ધ્યાન નો રાખવું પડે ઈ હાટુ અમે રાત દિવસ કામ ધધો કરતાં તમારી વસે પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરયો.