32 દમસ્કસ શહેરમાં અરીતાસ રાજાના રાજ્યપાલે મારી ધરપકડ કરાવવા હાટુ દમ્સકીઓના શહેર ઉપર સોકી-પહેરો બેહાડી રાખ્યો હતો.
દમસ્કસ શહેરનો એક અનાન્યા નામનો ચેલો હતો, એણે પરભુ ઈસુના દર્શનથી કીધું કે, “હે અનાન્યા,” એણે કીધું કે, “હા પરભુ.”
ઈ પ્રમુખ યાજકની પાહે ગયો, અને દમસ્કસ શહેરની યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના નામ ઉપર આ અધિકારની છીઠ્ઠીઓ માગી કે, જો એને ઈ મારગનો કોય માણસ કે બાઈ, જે કોય મસીહની વાહે હાલનારો મળે, તો એને બાંધીને યરુશાલેમ શહેરમાં લીયાવવો.
તઈ શાઉલ ધરતી ઉપર ઉભો થયો, પણ જઈ એણે આખું ખોલી તો દેખાણું નય, કેમ કે ઈ આંધળો થય ગયો હતો, તઈ એની હારે જે હતાં તેવો એનો હાથપકડીને દમસ્કસ શહેરમાં લય ગયા.
હું વારા-ઘડીએ મુસાફરીઓમાં, નદીઓના પૂરના જોખમોમાં બારવટીયાઓના જોખમોમાં, યહુદીના જોખમોમાં, બિનયહુદીના જોખમોમાં, શહેરના જોખમોમાં, જંગલોના જોખમોમાં, દરિયાના જોખમોમાં, ખોટા વિશ્વાસી ભાઈઓના જોખમોમાં રયો.