કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કીધું કે, “જે જે શહેરોમાં આપડે પરભુ ઈસુનું વચન હંભળાવ્યુ હતુ, આવો, પછી એમા જયને આપડા વિશ્વાસી લોકોને જોયી કે, તેઓ કેમ છે?”
પછી થોડાક દિવસ રયને ઈ એલેકઝાંન્ડ્રિયા શહેરમાંથી વયો ગયો, અને એક બાજુ ગલાતિયા અને ફ્રુગિયામાં પરદેશોમાંથી થાતા બધાય વિશ્વાસી લોકોને વિશ્વાસમા મજબુત કરતો ગયો.
આ રીતે યહુદીયા, ગાલીલ અને સમરૂન પરદેશની મંડળીઓમાં શાંતિ મળી, અને મંડળીના લોકો વિશ્વાસમાં વધારે મજબુત થાતા ગયા, અને તેઓએ પરભુની બીક રાખી અને પવિત્ર આત્માની મદદથી શાંતિ મેળવી, અને ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.