Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 11:26 - કોલી નવો કરાર

26 હું વારા-ઘડીએ મુસાફરીઓમાં, નદીઓના પૂરના જોખમોમાં બારવટીયાઓના જોખમોમાં, યહુદીના જોખમોમાં, બિનયહુદીના જોખમોમાં, શહેરના જોખમોમાં, જંગલોના જોખમોમાં, દરિયાના જોખમોમાં, ખોટા વિશ્વાસી ભાઈઓના જોખમોમાં રયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 11:26
35 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ યહુદી લોકોના આગેવાન લોકોનું મોટુ ટોળૂ જોયને ઈર્ષા થાવા મડી અને ઠેકડી કરતાં પાઉલના વિરોધમાં બોલવા લાગ્યા.


પણ યહુદી લોકોના આગેવાનોએ રૂપીયાવાળા લોકોની અને પરમેશ્વરની બીક રાખીને ભજન કરનારી બાયુને અને શહેરના અધિકારી લોકોને ઉશ્કેરીને, પાઉલ અને બાર્નાબાસ ઉપર સતાવણી કરાવી અને તેઓને ઈ જગ્યાથી બારે કાઢી મુકયા.


પણ થોડાક યહુદી લોકોએ અંત્યોખ અને ઈકોનીયા શહેરથી આવીને લોકોને પોતાના બાજુ કરી લીધા, અને પાઉલની ઉપર પાણા મારયા, અને ઈ મરી ગયો; એવું હમજીને શહેરની બારે ઢહડીને લય ગયા.


તઈ બિનયહુદી જાતિના લોકો અને યહુદી લોકોએ પોતાના આગેવાનોની હારે મળીને ગમાડેલા ચેલાઓનું અપમાન અને એની ઉપર પાણા મારવાની યોજના બનાવી.


પણ પાઉલે સિલાસને ગમાડયો, અને અંત્યોખીયાના વિશ્વાસી લોકોએ પરમેશ્વરને પાઉલ અને સિલાસની મદદ કરવાનું કીધું. પછી સિલાસને લયને પાઉલ ન્યાંથી નીકળ્યો.


પણ જઈ થેસ્સાલોનિકા શહેરના યહુદી લોકોને ખબર પડી કે પાઉલ બેરિયા શહેરમાં પણ પરમેશ્વરનાં વચનનો પરસાર કરી રયો છે, તો ઈ ન્યા જયને લોકોને ઉશ્કેરવા અને ધમાલ કરવા લાગ્યા.


પણ યહુદી લોકોએ અદેખાય રાખી અને બજારમાંથી થોડાક ગુંડા પોતાની હારે લય, અને ટોળું બનાવી શહેરમાં હુમલો કરવા લાગ્યા, અને તેઓએ પાઉલ અને સિલાસને ગોતવા હાટુ યાસોનને ઘરે હુમલો કરયો, અને તેઓને લોકોની હામે લાવવાની કોશિશ કરી.


જઈ ગાલિયો અખાયા પરદેશમા અધિકારી હતો, તો યહુદી લોકો એક એક કરીને પાઉલની ઉપર સડી બેઠા, અને એને ન્યાયાસન આગળ લીયાવીને કેવા લાગ્યા.


જઈ આપોલસ કરિંથી શહેરમાં હતો, તો પાઉલ અંદરના પરદેશોમા થયને એફેસસ શહેરમાં આવ્યો, ન્યા થોડાક વિશ્વાસી લોકોને ઈ મળ્યો.


ઈજ વખતે પરભુના મારગમાં હાલનારા વિષે મોટો હુલ્લડ થયો.


અને મોટી નમ્રતાથી, અને આહુડા પાડીને, અને ઈ પરીક્ષાઓ માં જે યહુદી લોકોના કાવતરાના કારણે મારા ઉપર સંકટ આવી પડીયા, પછી પણ હું પરભુની સેવા કરતો રયો.


જઈ ત્રણ મયના રયને ઈ ન્યાંથી વહાણ ઉપર સિરિયા પરદેશની બાજુ જાવાના હતાં, પણ એણે હાંભળ્યું કે થોડાક યહુદી લોકોના આગેવાનો એને મારગમાં મારવાનું કાવતરું કરી રયા છે, અને ઈ હાટુ એણે મકદોનિયા પરદેસમાંથી થયને સિરિયા પરદેશમા જાવાનો ઠરાવ કરયો.


જઈ બોવ વાદ-વિવાદ થયો, તો સિપાય દળના સરદારે આજ્ઞા આપી કે નિસે ઉતરીને પાઉલને સભાની વસમાંથી બળજબરીથી કાઢીને મેહેલમાં જાયી, કેમ કે સિપાય દળનો સરદારને બીક હતી કે સભાના લોકો ક્યાક એના કડકે કડકા કરી નાખશે.


તેઓએ પાઉલને યરુશાલેમ શહેરમાં મગાવવા હાટુ ફેસ્તસ રાજ્યપાલને વિનવણી કરી. કેમ કે તેઓ ઈ જ મારગમાં મારી નાખવાનું કાવતરું કરી રયા હતા.


તઈ સિપાયોને આ વિસાર આવ્યો કે આરોપીઓને મારી નાખે, એવુ નો થાય કે કોય તરીને ભાગી જાય.


એટલે યરુશાલેમ શહેરથી રવાના થયને ફરતા ફરતા ઠેઠ ઈલુરીકમ પરદેશ હુધી સમત્કાર, નિશાનીઓ અને પવિત્ર આત્માની સહાયથી મે મસીહ ઈસુના હારા હમાસાર પુરેપુરી રીતે પરગટ કરયા છે એની વિષે જ હું કેય.


કોણ આપણને મસીહના પ્રેમથી છુટા પાડી હકશે? શું મુશ્કેલી, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નાગાપણું, કે જોખમ કે, તલવાર?


જ્યાં હુધી આપણી વાતો છે, જો મરેલાને જીવતા કરયા નથી તો આપણે પોતાને જોખમમાં નાખવું ઈ મૂર્ખતા છે.


જો એફેસસ શહેરમાં જંગલી જનાવરોની હારે બાધ્યો, અને જો મરણમાંથી ઉઠતા નથી તો આપડે ખાયી અને પીયી તો એમા કાય ખોટુ નથી, કેમ કે આપડે મરવાના તો છયી.


દમસ્કસ શહેરમાં અરીતાસ રાજાના રાજ્યપાલે મારી ધરપકડ કરાવવા હાટુ દમ્સકીઓના શહેર ઉપર સોકી-પહેરો બેહાડી રાખ્યો હતો.


પણ એમ થયુ કે, આપડા જૂથમાં જોડાયેલાં ખોટા ભાઈઓને લીધે મસીહ ઈસુમાં આપડી જે આઝાદી છે, એની જાસુસી કરવા હાટુ તેઓ ખાનગી રીતે અંદર આવ્યા હતા, ઈ હાટુ કે, તેઓ આપણને પાછા ગુલામીમાં લીયાવે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ