25 ત્રણવાર મે રોમના અધિકારીઓથી બડાથી માર ખાધી, એકવાર પાણાનો માર ખાધો, અને મારી મુસાફરીમાં ત્રણવાર વહાણ તુટી ગ્યું, અને દરિયામાં મેં એક આખી રાત અને દિવસ વિતાવ્યા.
અને બિનયહુદીઓના હાથમાં હોપશે. તેઓ મારી ઠેકડી ઉડાડશે અને મારી માથે થુંકશે, અને મને કોરડા મારીને વધસ્થંભે સડાયશે, અને મને મારી નાખશે, અને હું ત્રીજે દિવસે મોતમાંથી પાછો જીવતો ઉઠય.”
પણ થોડાક યહુદી લોકોએ અંત્યોખ અને ઈકોનીયા શહેરથી આવીને લોકોને પોતાના બાજુ કરી લીધા, અને પાઉલની ઉપર પાણા મારયા, અને ઈ મરી ગયો; એવું હમજીને શહેરની બારે ઢહડીને લય ગયા.
પણ પાઉલે એને કીધું કે, “અમે રોમન દેશના રેનારા છયી, અમને અપરાધી ઠરાવિયા વગર તેઓએ લોકોની હામે અમને મારયા, અને જેલખાનામાં નાખી દીધા, અને હવે અમને સાનામાના જાવા દયો છો, આવી રીતે સાનામાના અમે નય જાયી, પણ ઈ પોતે આવીને બારે લય જાય.”
અને તારે મસીહ ઉપર વિશ્વાસમા બનેલું રેવું જોયી અને સોખુ મન હોવું જોયી, કેમ કે કેટલાક લોકોએ પોતાના સોખા મનનો ત્યાગ કરી દીધો છે અને એનુ પરિણામ ઈ થયુ કે, તેઓ હવે મસીહ ઈસુમાં વિશ્વાસ નથી કરતા. જેવી રીતે એક વહાણ ભટકાયને નાશ થય જાય છે.
કેટલાયને પાણા મારીને મારી નાખ્યા, તેઓને કરવતથી વેરી નાખવામાં આવ્યા, કેટલાકને તલવારથી મારી નાખવામાં આવ્યા, કેટલાક જે ગરીબ હતા તેઓને દુખ આપવામાં આવ્યું અને તેઓની હારે ખરાબ વેવાર કરવામાં આવ્યો તેઓ ઘેટાં અને બકરાના સામડામાંથી બનાવેલ ખાલ પેરીને આમ-તેમ ભટકતા રયા.