હું તો યહુદી છું, મારો જનમ કિલીકિયા પરદેશના, તાર્સસ શહેરમાં થયો, પણ આ નગરમાં ગમાલીએલની પાહે બેહાડીને ભણાવવામાં આવ્યો, અને બાપ દાદાના નિયમોને હારી રીતે શિખવાડવામાં આવ્યા, અને પરમેશ્વર હાટુ એવું મન લગાડુ હતુ, જેવા કે તમે આજે છો.
ઈ દિવસોમાં વિશ્વાસીઓની સંખ્યા વધવા લાગી, તઈ ગ્રીક ભાષા બોલનારા યહુદી વિશ્વાસી હિબ્રૂ ભાષા બોલનારા યહુદી વિશ્વાસીની હામાં કચ કચ કરવા મંડયા કે, દરોજના ભાગલાઓમાં અમારી વિધવાઓને ટાળવામાં આવે છે.
હવે પરમેશ્વરે ઈબ્રાહિમથી વાયદો કરયો કે, “દરેક તારા વંશ દ્વારા આશીર્વાદ પામશે.” એણે આ નથી કીધું કે, તારા વંશ દ્વારા એટલે ઘણાય લોકો, ઈ એક માણસના વિષે વાતો કરે છે, જઈ ઈ કેય છે કે, “તારા વંશ દ્વારા” એટલે એક માણસ ઈ મસીહ છે.