21 મારે પોતે શરમાયને કેવું પડે છે કે, આપડે આ બધાયની હરખામણીમાં બોવ જ નિર્બળ હતા. પણ જો કોય વાતોમાં અભિમાન કરે છે, તો હું પણ કરય, આ હું મુરખાયની જેમ વાતો કરું છું.
કેમ કે તમારામાંથી થોડાક લોકો કેય છે કે, “પાઉલના પત્રો તો કડક અને અસરકારક છે, પણ જઈ ઈ હામે રૂબરૂ થાય છે, તઈ ઈ નબળો માણસ અને એનું શબ્દોથી બોલવું દમ વગરનું હોય છે.”
ઈ હાટુ હું તમને આ વાતો લખી રયો છું, એનાથી પેલા કે, હું તમારી પાહે આવું જેથી તમને સજા આપી મને મારા અધિકારોને દેખાડવાની જરુરનો પડે જે પરભુએ મને આપ્યુ, કેમ કે હું પોતાના અધિકારનો ઉપયોગ તમારા વિશ્વાસને મજબુત કરવા હાટુ માગું છું; નો તો નાશ કરવા હાટુ.