હું અભિમાન કરીને મુરખ થયો છું, કેમ કે તમે મને એવું કરવા ફરજ પાડી; પણ તમારે મારા વખાણ કરવા જોયી કેમ કે, જો હું કાય નો હોવ તો પણ હું મુખ્ય ગમાડેલા ચેલાઓથી કોય પણ વાતમાં ઉતરતો નથી.
કેમ કે, જો હું અભિમાન કરવા ઈચ્છું તો પણ મુરખ નો થયો, કેમ કે હાસુ બોલય, પણ હું એવું અભિમાન કરવાનું છોડી દવ છું, એવુ નો થાય કે, જેવું કોય મને જોવે છે કા મને હાંભળે છે, મને એનાથી મોટો નો હમજે એટલે હું મૂંગો રવ છું.