4 કેમ કે, હથિયારો આપડે ઉપયોગ કરયો ઈ જગતના નથી, પણ પરમેશ્વરનાં શક્તિશાળી હથિયારો છે, એનાથી આપડે કિલ્લાઓને પણ તોડી નાખી છયી. અને આપડે ખોટા વાદવિવાદો તોડી નાખી છયી.
ઈ હાટુ હું તમને આ વાતો લખી રયો છું, એનાથી પેલા કે, હું તમારી પાહે આવું જેથી તમને સજા આપી મને મારા અધિકારોને દેખાડવાની જરુરનો પડે જે પરભુએ મને આપ્યુ, કેમ કે હું પોતાના અધિકારનો ઉપયોગ તમારા વિશ્વાસને મજબુત કરવા હાટુ માગું છું; નો તો નાશ કરવા હાટુ.
પણ આપડે જે દિવસના બાળકો છયી, ઈ હાટુ આપડે પોતાની ઉપર કાબુ રાખવો જોયી. વિશ્વાસ અને પ્રેમ એક બખતરની જેમ છે એને પેરી લ્યો જે રક્ષણ કરે છે અને તારણની આશાનો ટોપ પેરીને સાવધાન રયો,
હે દીકરા તિમોથી, હું ઈ આજ્ઞા તને આપી રયો છું અને હું તને ઈ વાતોને યાદ કરવા હાટુ કવું છું જે ભૂતકાળમાં આગમભાખીયાઓએ કીધી હતી કે, તારી હારે થાહે. તને ખોટા શિક્ષકોની વિરુધ હારી રીતે લડવા હાટુ ઈ શબ્દોનો ઉપયોગ એક હથિયારની જેમ કરવુ જોયી.