2 જઈ હું તમારી પાહે આવું તઈ તમારી પ્રત્યે કઠોર વ્યવહાર કરવો નો પડે. કેમ કે જે લોકો હમજે છે કે, આપડે આ જગતના લોકોની જેમ વ્યવહાર કરી છયી, એના પ્રત્યે મેં કઠોરતા દેખાડવાનું નક્કી કરયુ છે.
જે લોકો પોતાની દેહિક ઈચ્છાઓને પોતાની જાત ઉપર કાબુ કરવા દેય છે ઈ એવી વસ્તુઓ વિષે વિસારે છે જે એનુ દેહ ઈચ્છે છે અને પોતાના પાપીલા સ્વભાવને કાબુમાં કરવા દેવો, મોત તરફ લય જાય છે, પણ આત્માને પોતાના મનને કાબુમાં કરવા દેવાથી જીવન અને શાંતિ મળે છે.
જઈ મેં આ વિસારું તો હું એના વિષે બોવ ગંભીર હતો, અને જે હું કરવા માગું છું, હું જગતના લોકોની હમજ પરમાણે કરતો નથી કે, હું એક વખતમાં “હાંમાં, હાં કય દવ,” અને એમ જ તરત જ પછી “નામાં, ના” કય દવ.
મારે પોતે શરમાયને કેવું પડે છે કે, આપડે આ બધાયની હરખામણીમાં બોવ જ નિર્બળ હતા. પણ જો કોય વાતોમાં અભિમાન કરે છે, તો હું પણ કરય, આ હું મુરખાયની જેમ વાતો કરું છું.
ઈ હાટુ હું તમને આ વાતો લખી રયો છું, એનાથી પેલા કે, હું તમારી પાહે આવું જેથી તમને સજા આપી મને મારા અધિકારોને દેખાડવાની જરુરનો પડે જે પરભુએ મને આપ્યુ, કેમ કે હું પોતાના અધિકારનો ઉપયોગ તમારા વિશ્વાસને મજબુત કરવા હાટુ માગું છું; નો તો નાશ કરવા હાટુ.
જેઓએ પેલાથી પાપ કરયા હતા તેઓએ અને બાકીના બીજા બધાયને હું સેતવણી આપવા માગુ છું. આ પેલા મારી બીજી મુલાકાત દરમિયાન પણ મેં સેતવણી આપી હતી કે, અને ફરી હું જઈ તમારામાંથી છેટો છું તઈ પણ સેતવુ છું. હવે પછી હું આવય તઈ સજામાંથી કોય બસી હકશે નય.