Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 10:18 - કોલી નવો કરાર

18 કેમ કે જે પોતાની વાહ-વાહ કરે છે, ઈ નય, પણ જેની વાહ-વાહ પરભુ કરે છે, ઈ માન્ય થાય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 10:18
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ ફરોશી ટોળાના લોકોને કીધું કે, “તમે લોકોને આગળ પોતાની જાતને ધાર્મિક બતાવો છો, પણ પરમેશ્વર તમારા હ્રદયમાં શું છે ઈ જાણે છે, કેમ કે જે કાય વસ્તું લોકોની નજરમાં ખાસ છે ઈ પરમેશ્વરની આગળ ખરાબ છે.”


કેમ કે પરમેશ્વર તરફથી થાતા વખાણ કરતાં તેઓ લોકો તરફથી થાતા વખાણ વધારે ઈચ્છતા હતા.


હે ઈઝરાયલ દેશના લોકો આ વાત હાંભળી લ્યો, નાઝરેથ ગામનો ઈસુ એક એવો માણસ હતો, પરમેશ્વર દ્વારા તમારી હામે સાબિત કરવામા આવ્યો હતો, એના સામર્થથી અદભુત કામો અને સમત્કારી નિસાની જે પરમેશ્વરે તમારી વસ્સે એની દ્વારા કરયા. જે તમે પોતે જ જાણો છો કે ઈ હાસુ છે.


જે કોય આ રીતેથી મસીહની સેવા કરે છે, ઈ પરમેશ્વરને અપનાવવા લાયક છે અને લોકોની નજરમાં હારું છે.


આપોલસને જેણે આ સોખું કરયુ છે કે, ઈ મસીહની પ્રત્યે કેટલો વફાદાર છે એને સલામ કેજો. આરીસ્તોબુલસના અને એના પરિવારને પણ સલામ કેજો.


એક હાસો યહુદી ઈ છે જેનુ હૃદય પરમેશ્વરની હારે હાસુ છે. અને હાસી સુન્‍નત ખાલી શાસ્ત્રનું પાલન કરવુ ઈ નથી પણ ઈ હૃદયનું બદલાણ છે જે પરમેશ્વરની આત્મા દ્વારા ઉત્પન થાય છે. આવો માણસ લોકોથી નય, પણ પરમેશ્વર તરફથી પ્રશંસા પામે છે.


શું તમને લાગે છે કે, પક્ષ પડવાથી બીજાને ખબર પડી જાહે કે, તમારામાંથી કોયની પાહે પરમેશ્વરની મંજુરી છે? નય. હરાહર નય!


ઈ હાટુ જ્યાં હુધી પરભુ પાછો નો આવે ન્યા હુથી કોયનો ન્યાય કરવો નય, ઈ સોખી રીતે બધાય વિસારો બતાયશે જે લોકોની પાહે છે જેના વિષે કોય બીજા નથી જાણતા. ઈ તે હેતુને પરગટ કરશે જે પરમેશ્વરનાં હ્રદયમાં છે.


કેમ કે, આપડે એની હારે પોતાની ગણતરી કે હરખામણી કરવાની કોશિશ નથી કરતાં, જે પોતાની જ વાહ-વાહ કરે છે, અને પોતાની જાતને અંદરો-અંદર માપ તોલીને એક-બીજાની હરખામણી કરીને હમજતા નથી.


હવે અમે પરમેશ્વરને પ્રાર્થના કરી રયા છયી કે, તમે કાય ખોટુ કામ નો કરો, અમે સફળ દેખાય ઈ હાટુ નય પણ ઈ હાટુ કે, જો અમે અસફળ જેવા હોયી, તોય તમે હાસુ જ કરો.


શું આપડે ફરીથી વખાણ કરી છયી? કે કેટલાક બીજા લોકોની જેમ આપણે પણ તમારા કા તમારી પાહેથી લીધેલા ભલામણપત્રોની જરૂર છે?


આપડે પછી પણ તમારી હામે પોતાની વાહ-વાહ નથી કરતાં, પણ આપડે પોતાના વિષે તમને અભિમાન કરવાનો અવસર આપી છયી. જેથી તમે એને જવાબ આપી હકો, જે હૃદય ઉપર નથી, પણ જોય હકાય એવી વાતો ઉપર અભિમાન કરે છે.


એના કરતાં આપણે જે કાય કરી છયી એમા પરમેશ્વરનાં હાસા સેવકો છે જે આવું દેખાડે છે કે, ધીરજમાં, મુશ્કેલીમાં, તંગીમાં, પીડામાં,


કઠણ મેનત કરો જેથી પરમેશ્વર તમને ગમાડી હકે. એક એવા સહાયકારી બનો જેને શરમાવાની જરૂર નથી, અને જે પરમેશ્વરની હાસાયના સંદેશાને હારી રીતે શીખવે છે.


આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ