જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”
પણ મારા મનનો ઉમંગ આ છે કે, હારા હમાસારનો પરચાર એવા વિસ્તારમાં થાય, પણ જ્યાં ઈસુ મસીહના વિષે અત્યાર હુધી હાંભળવામાં આવ્યું નથી, હું ઈ ઘર બનાવનાર કડિયાના જેવો છું, જે કોય બીજાના પાયા ઉપર બાંધકામ નથી કરતો.