14 કેમ કે આપડે પોતાની હદથી બારે પોતાની જાતને વધારવા નથી માંગતા, જેમ કે, તમારી હુધી નય પુગવાની દશામાં હોત, પણ અમે બધાયથી પેલા તમારા કરિંથી શહેરમાં મસીહના હારા હમાસાર હંભળાવવા હાટુ આવ્યા.
પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.
મસીહના હારા હમાસાર વિષે હું શરમાતો નથી; કેમ કે, ઈ બધાય વિશ્વાસ કરનારાના તારણની હાટુ પરમેશ્વરનું સામર્થ્ય છે, પેલા યહુદી લોકોની અને પછી બિનયહુદી લોકોની હાટુ.
હવે જે સંદેશાને પેલાથી જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ ઈ આ મસીહના વખતમાં જાહેર થયો છે અને બધીય જાતિઓ વિશ્વાસની આધીન થાય, ઈ હાટુ સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓમાં તેઓને જણાવવામાં આવ્યો છે.
પરમેશ્વરની મારી ઉપર થયેલી કૃપા પરમાણે કુશળ કારીગર તરીકે મેં પાયો નાખો છે; અને એની ઉપર કોય બીજો બાંધે છે. પણ પોતે એની ઉપર કેવી રીતે બાંધે છે ઈ વિષે હરેકને સાવધન રેવું જોયી.
આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય.
તમારો વિશ્વાસ અને પ્રેમ તમારી ઈ આશા ઉપર આધારિત છે જે તમારી હાટુ સ્વર્ગમા રાખી છે, તમે પેલાથી જ એના વિષે હાંભળ્યું છે, જઈ પેલીવાર લોકો તમારી પાહે આવ્યા અને તમને ઈસુ મસીહના વિષેમા હારા હમાસાર હંભળાવી, જેમ કે, પરમેશ્વરનો હાચો સંદેશ છે.