12 કેમ કે, આપડે એની હારે પોતાની ગણતરી કે હરખામણી કરવાની કોશિશ નથી કરતાં, જે પોતાની જ વાહ-વાહ કરે છે, અને પોતાની જાતને અંદરો-અંદર માપ તોલીને એક-બીજાની હરખામણી કરીને હમજતા નથી.
ફરોશી ટોળાનો માણસ ઉભો થયને, મનમા પ્રાર્થના કરવા મંડ્યો કે, “ઓ પરમેશ્વર, હું તારો આભાર માનું છું કેમ કે, હું બીજા માણસોની જેમ જુલમી, અન્યાયી, છીનાળવો અને આ વેરો ઉઘરાવનારાની જેવું કરતો નથી.
ઈ હાટુ જે લોકો એવું કેય છે, તેઓ આ હમજી લેય કે, આપડે તમારીથી આઘા હોવા છતા પત્રોમાં જે વાતો લખી છયી, ઈ જ વાતો જઈ અમે તમારી હારે રેહું તઈ અમે કરી દેખાડીશું.
આપડે પછી પણ તમારી હામે પોતાની વાહ-વાહ નથી કરતાં, પણ આપડે પોતાના વિષે તમને અભિમાન કરવાનો અવસર આપી છયી. જેથી તમે એને જવાબ આપી હકો, જે હૃદય ઉપર નથી, પણ જોય હકાય એવી વાતો ઉપર અભિમાન કરે છે.