10 કેમ કે તમારામાંથી થોડાક લોકો કેય છે કે, “પાઉલના પત્રો તો કડક અને અસરકારક છે, પણ જઈ ઈ હામે રૂબરૂ થાય છે, તઈ ઈ નબળો માણસ અને એનું શબ્દોથી બોલવું દમ વગરનું હોય છે.”
કેમ કે, મસીહે મને જળદીક્ષા આપવાને નય, પણ હારા હમાસાર હંભળાવવા હાટુ મોકલ્યો છે, જઈ હું શિક્ષણ હંભળાવું છું, તો હું બોલવામાં પોતાની આવડતનો ઉપયોગ નથી કરતો. ક્યાક એમ નો થાય કે, મસીહનું વધસ્થંભ ઉપરનું મોત નકામું જાય.
કેમ કે, પરમેશ્વરે પોતાની બુદ્ધિમાં ઈ જોયું હતું કે, માણસના જ્ઞાન પરમાણેથી જગત એને કોયદી ઓળખી નય હકે, ઈ હાટુ એણે વિશ્વાસ કરવાવાળાઓને બસાવવા હાટુ હારા હમાસાર પરચાર કરવા અમારો ઉપયોગ કરયો છે, હાલમાં કેટલાક લોકો એને મુરખ માંને છે.
ઈ હાટુ જે લોકો એવું કેય છે, તેઓ આ હમજી લેય કે, આપડે તમારીથી આઘા હોવા છતા પત્રોમાં જે વાતો લખી છયી, ઈ જ વાતો જઈ અમે તમારી હારે રેહું તઈ અમે કરી દેખાડીશું.
મારે પોતે શરમાયને કેવું પડે છે કે, આપડે આ બધાયની હરખામણીમાં બોવ જ નિર્બળ હતા. પણ જો કોય વાતોમાં અભિમાન કરે છે, તો હું પણ કરય, આ હું મુરખાયની જેમ વાતો કરું છું.