વાલા, વિશ્વાસુ ભાઈઓ અને બહેનો આપડે ઈચ્છીએ છયી કે, તમે ઈ મુશ્કેલીયો વિષે જાણો, જે આસિયા પરદેશમાં આપડે સહન કરવુ પડયું હતું, અને આ આપણને એવું ભારે બોજ લાગ્યું, જે આપડા સહન કરવાનાં સામર્થ્યથી વધારે હતું, ન્યા હુધી કે, આપણે જીવવાની પુરી આશા છોડી દીધી હતી.
કેમ કે ઈબ્રાહિમે માની લીધું હતું કે, પરમેશ્વરમાં ઈસાહકને મરણમાંથી પણ પાછો જીવતો કરવાનું સામર્થ્ય છે. એક પરકારથી તેઓએ પણ ઈસહાકને મરણમાંથી પાછો જીવતો મેળવ્યો.