7 અને તમારી વિષે અમારી આશા મજબુત છે, કેમ કે અમે જાણી છયી કે, જે રીતે તમે અમારા દુખોમાં ભાગીદાર છો, ઈ રીતે જે આશ્વાસન અમે પામી છયી એમા તમે પણ ભાગીદાર થાહો.
પણ માણસ સહન નો કરી હકે એવું કોય પરીક્ષણ તમને થાતું નથી. વળી પરમેશ્વર વિશ્વાસુ છે, ઈ તમારી તાકાત પરમાણે પરીક્ષણ તમારી ઉપર આવવા દેહે નય; પણ તમે ઈ સહન કરી હકો, ઈ હાટુ પરીક્ષણ હારે છુટકારાનો મારગ પણ રાખશે.
હાલમાં જે તમે થોડુ ઘણુ હમજો છો ઈ તમે પુરી રીતે હમજશો; જેથી પરભુ ઈસુના પાછા આવવાના દિવસે અમે જેમ તમારી હાટુ અભિમાન કરી હકશું, એમ તમે પણ અમારી હાટુ અભિમાન કરી હકશો.
કેમ કે મને બીક છે કે, ક્યાક એવું નો થાય કે, હું આવીને જેવું ઈચ્છું છું, એવું તમને નો પામુ, અને મને પણ જેવું તમે નથી ઈચ્છતા એવુ જ પામો કે, તમારામાં બાધણા, અદેખાઈ, રિહ, વિરોધ, ઈર્ષા, ખટપટ, અભિમાન અને અવ્યવસ્થા હોય.
મે મુશ્કેલીઓને સહન કરી છે, લોકોએ મને સતાવ્યો, જેની લીધે મે બોવ જ પીડા સહન કરી. તુ ઈ ભયાનક બાબતો વિષે જાણ છો; જે લોકોએ મારી હારે અંત્યોખ, ઈકોનીયા અને લુસ્ત્રા શહેરમાં કરયુ, અને કેવી રીતે મે ન્યા સતાવણીને સહન કરી.
આશીર્વાદિત છે ઈ માણસ, જે પરીક્ષણોમાં ઉભો રેય છે, કેમ કે, તેઓ પોતાના વિશ્વાસમા સાબિત થયા પછી ઈ અનંતજીવનનો મુગટ પામશે, જેનો વાયદો પરમેશ્વરે ઈ બધાય લોકો હાટુ કરયો છે; જે એને પ્રેમ કરે છે.