જોવ ઈ વખત શિમયોન નામે એક માણસ યરુશાલેમ શહેરમાં હતો, ઈ પરમેશ્વરની ભગતી કરનારો અને ન્યાયી માણસ હતો, અને પવિત્ર આત્મા એની હારે હતો, ક્યારનો આવીને મસીહની આવવાની વાટ જોતો હતો, જેને મોકલનારનો વાયદો પરમેશ્વરે કરયો હતો કે, ઈ આવે અને ઈઝરાયલ દેશના લોકોને દિલાસો આપે.
મારી બોવ ઈચ્છા અને આશા આ છે કે, હું કોય વાતોમાં આબરૂ વગરનો નો થાવ, પણ મને ઈસુ મસીહ વિષે બોલવાની હિંમત થાય, જેમ કે, મે પેલાના દિવસોમાં કરયુ હતું. ભલે હું જીવતો રવ કે, મરી જાવ, પણ હું મારા પુરા જીવનથી ઈસુ મસીહને માન આપતો રેય.
મે મુશ્કેલીઓને સહન કરી છે, લોકોએ મને સતાવ્યો, જેની લીધે મે બોવ જ પીડા સહન કરી. તુ ઈ ભયાનક બાબતો વિષે જાણ છો; જે લોકોએ મારી હારે અંત્યોખ, ઈકોનીયા અને લુસ્ત્રા શહેરમાં કરયુ, અને કેવી રીતે મે ન્યા સતાવણીને સહન કરી.
એની બદલે, રાજી થાવ કે, તમને હોતન એવી વસ્તુઓથી પીડા છે, જે મસીહે સહન કરયા. જઈ તમે પીડા ભોગવો છો તઈ હરખાવ, જેથી તમે બોવજ રાજી થાહો, જઈ મસીહ પાછો આયશે અને બધાયને દેખાડશે કે, ઈ કેટલો મહિમાવાન છે.