4 તેઓ આપડી બધીય મુશ્કેલીઓમાં આપણને આશ્વાસન આપે છે, કે, જેથી આપડે પોતે પરમેશ્વરથી જે આશ્વાસન મેળવી છયી, એના લીધે જેઓ કોય પણ મુશ્કેલીમાં હોય તેઓને આપડે આશ્વાસન આપવા હાટુ શક્તિમાન થાયી.
ઈ હાટુ આપડે પ્રોત્સાહન મળે, અને આપડા આ પ્રોત્સાહનની હારો-હાર તમે જે રીતેથી તિતસની મદદ કરી અને તિતસે જે અમને કીધું એની વિષે અમે હોતેન વધારે રાજી થ્યા છયી.
અને પરભુમાં જે ભાઈઓ અને બહેનો છે, તેઓમાંથી ઘણાય બધાય મારા જેલખાનામાં હોવાને કારણે એટલા હિમંતવાન થય ગયા છે કે, કોય પણ બીક રાખ્યા વગર પરમેશ્વરનું વચન પરચાર કરે છે.