Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 1:22 - કોલી નવો કરાર

22 જેણે આપડી ઉપર પોતાની મહોર હોતન લગાડી દીધી છે, અને સાક્ષીની જેમ પોતાની પવિત્ર આત્માને પોતાના મનોમાં આપ્યો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 1:22
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ જે કોયે એના ઉપર વિશ્વાસ કરયો છે તેઓને પાક્કું છે કે, પરમેશ્વર બધાય હાસનો પુરાવો છે, અને ઈ એક ખાલી બધાય હાસનો માપ મહોર છે.


જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે.


અને ઈ સુન્‍નત વગરનો જ હતો. તઈ વિશ્વાસથી જે ન્યાયીપણુ એને મળ્યુ હતું, એની ઓળખાણ થાવા હાટુ ઈ સુન્‍નતની નિશાની પામ્યો, જેથી બધાય સુન્‍નત વગરના વિશ્વાસીઓનો ઈ વડવો થાય કે, તેઓની લેખે ઈ હોતન વિશ્વાસનું ન્યાયપણું ગણાય.


અને આ ખાલી પૃથ્વી જ નય કે, જે નિહાકા નાખી રય છે પણ આપડે હોતન જેમાં થાનારી મહિમાના પેલાથી સ્વાદ સાખવાના રૂપમાં પવિત્ર આત્માનો વાસ છે અમે પણ, ઈ વખતની વાટ જોય રયા છયી જઈ અમને પોતાના બાળકો બનાવવા હાટુ પરમેશ્વર ઉપાડી લેહે અને અમારા દેહને બધીય દૃષ્તાથી છુટકારો કરાયશે.


પણ જઈ પરમેશ્વરનો આત્મા તમારામા રેય છે, તો તમે પાપીલા સ્વભાવના કાબુમાં નથી, પણ આત્માના કાબુમાં છો, પણ જો કોયનામાં મસીહનો આત્મા નથી તો ઈ મસીહનો નથી.


અને હવે જેણે અમને એના અરથે તૈયાર કરયા છે ઈ પરમેશ્વર છે, એણે આપણને આત્માની ખાતરી હોતન આપી છે.


પરમેશ્વરનાં પવિત્ર આત્માને આપડી જીવન જીવવાની રીતેથી દુખી નો કરો, જેનાથી તમને છોડાવવાના દિવસની છાપ દેવામાં આવી છે.


ઈ કારણથી જે આ નિયમોને નથી પાળતા ઈ કોય માણસના નય પણ પરમેશ્વરનાં નિયમોને નથી માનતા, જે પોતાનો પવિત્ર આત્મા તેઓને આપ્યો છે.


તો પણ પરમેશ્વરનાં લોકો એક મજબુત બનાવેલા ઘરના પાયાની જેમ છે, એની ઉપર આ વચનની મહોર લગાડેલી છે કે, “પરભુ જાણે છે કે એના લોકો કોણ છે” અને ઈ પણ લખેલુ છે કે, “જો કોય પણ પરભુનુ ભજન કરે છે ઈ ભુંડુ કરવાનું છોડી દેય.”


ધ્યાનથી સંદેશાને હાંભળો, જે પરમેશ્વરનો આત્મા મંડળીઓને કેય છે. જે જીતી જાહે હું એને ગુપ્ત રાખેલુ મન્ના આપય, જે તમને મજબુત કરશે અને હું એને એક ધોળો પાણો હોતન આપય, જેની ઉપર હું એક નવુ નામ એની હાટુ કોતરય અને આ નામ જે હું આપુ છું, એને ખાલી ઈજ જાણશે.


“જ્યાં હુધી આપડા પોતાના પરમેશ્વરનાં ચાકરોના માથા ઉપર મુદ્રાઓ લગાડી નો દેયી, ન્યા હુધી પૃથ્વી અને દરીયા અને ઝાડવાનો નાશ કરવો નય.”


જેમ કોયને વીંછીના ડંખમારવાથી પીડા થાય છે એમ જ આ ટીડડાઓને પાસ મયના હુધી ઈ લોકોને નુકશાન પુગાડવાની પરમેશ્વરે રજા દીધી હતી. જેના માથા ઉપર પરમેશ્વરની મુદ્રાની નિશાની નોતી. ટીડડાઓને કીધુ કે, તમારે પૃથ્વીના કોય પણ ખડને, કોય પણ છોડવાઓને કે ઝાડને નુકશાન પુગાડવુ નય,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ