15 અને મને આ બધી વાતોનો પુરો ભરોસો હતો, ઈ હાટુ મેં તમારીથી પેલા મુલાકાત કરવાનું આયોજન કરયુ, જેથી હું તમારી પાહે બીજીવાર આવું અને તમને બમણા આશીર્વાદ આપી હકુ.
હવે, હું ત્રીજીવાર તમારી પાહે આવવા હાટુ તૈયાર છું, અને પછીથી હું તમારા લોકોની કોય મદદ નય લવ, કેમ કે હું તમારી મિલકત નથી પણ તમે જ ઈચ્છો છો, કેમ કે બાળકોને માં-બાપ હાટુ મિલકત ભેગી નો કરવી જોયી, પણ માં-બાપને બાળકો હાટુ મિલકત ભેગી કરવી જોયી.