13 આપડે કાયમ હાટુ એવી વાતો શીખવાડી છયી, જેમ તમે વાસી અને હમજી હકો છો, હાલમાં હવે તમે અમને ખાલી થોડું-બોવ હંમજો છો, પણ મને આશા છે કે, તમે અમને પુરી રીતેથી હમજી હકશો.
પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.
હું પ્રાર્થના કરું છું કે, વિશ્વાસીઓની હારે તારી જે સંગતી છે, તારી આ બધીય હારી વાતો જાણવા દ્વારા જે પરમેશ્વરે આપણને આપી છે, વધતી જાય. આ બધીય મસીહની મહિમાના લીધે થાવ.