Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 કરિંથીઓને પત્ર 1:12 - કોલી નવો કરાર

12 કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 કરિંથીઓને પત્ર 1:12
40 ပူးပေါင်းရင်းမြစ်များ  

પાઉલે મોટી સભાની હામે ધ્યાન દઈને અને કીધું કે, “ભાઈઓ, મે આજ હુધી પરમેશ્વરની હારે હાસા મનથી જીવન જીવ્યું છે.”


એનાથી હું પોતે કોશિશ કરું છું કે, પરમેશ્વર અને માણસની નજરમાં મારૂ મન સદાય નિરદોષ રેય.


હું મસીહમાં હાસુ બોલું છું, હું ખોટુ બોલતો નથી, મારૂ મન હોતન પવિત્ર આત્મામાં મારૂ સાક્ષી છે કે,


કેમ કે, મસીહે મને જળદીક્ષા આપવાને નય, પણ હારા હમાસાર હંભળાવવા હાટુ મોકલ્યો છે, જઈ હું શિક્ષણ હંભળાવું છું, તો હું બોલવામાં પોતાની આવડતનો ઉપયોગ નથી કરતો. ક્યાક એમ નો થાય કે, મસીહનું વધસ્થંભ ઉપરનું મોત નકામું જાય.


એક વિશ્વાસીને પરમેશ્વરની આત્માથી જ્ઞાનની વાત અપાય છે; તો કોય બીજાને જ્ઞાનનો સંદેશો અપાય છે.


પણ હું જે છું ઈ પરમેશ્વરની કૃપાથી છું; મારી ઉપર એની જે કૃપા છે ઈ કારણ વગર થય નથી, પણ તેઓ બધાય કરતાં મેં વધારે મેનત કરી; મેં તો નય પણ પરમેશ્વરની જે કૃપા મારી ઉપર છે ઈ દ્વારા હતી.


અને ઈ હાટુ આપડે આ વાતોને બીજા લોકોને બતાવે છે. પણ પવિત્ર આત્માની શીખવાડેલી વાતોમાં, પવિત્ર આત્મા, આત્મિક જ્ઞાનથી આત્મિક શબ્દોમાં કરે છે.


કેમ કે મારી બુદ્ધિ મને કોય વાતમાં ગુનેગાર નથી ઠરાવતો, પણ એનાથી હું ગુનેગાર નથી ઠરાવતા કેમ કે, મારો ન્યાય કરવાવાળો પરભુ છે.


ઈ હાટુ હું કવ છું કે, આપડે કાયમ પરમેશ્વરનાં પવિત્ર લોકોની જેમ રેવું જોયી. આપડે ખરાબ રીતે જીવવું નો જોયી, જેમ કે, આપડે મસીહમાં વિશ્વાસ કરવાથી પેલા કામો કરતાં હતા જેમ આપડે તે ખરાબ અને ભુંડા કામોને બંધ કરી દેવું જોયી. જે અમે કરતાં હતા એના બદલે આપડે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું છે અને કોય પણ ખરાબ કામો નથી કરવાના એટલે કે, કાયમ જવાબદારી અને હાસાય હોવી જોયી.


જઈ મેં આ વિસારું તો હું એના વિષે બોવ ગંભીર હતો, અને જે હું કરવા માગું છું, હું જગતના લોકોની હમજ પરમાણે કરતો નથી કે, હું એક વખતમાં “હાંમાં, હાં કય દવ,” અને એમ જ તરત જ પછી “નામાં, ના” કય દવ.


પણ મને બીક લાગે છે કે, જેમ શેતાન એરુના રૂપમાં પોતાની સાલાકીથી ઓલી બાય હવાને છેતરી, ઈ જ તમારા મનને પણ તે પ્રમાણિકતા અને પવિત્રતાથી જે તમે મસીહમાં સેવા કરો છો ક્યાક એને છોડી નો દયો.


કેમ કે, આપડે બધાય ઈ લોકોની જેમ નથી જે રૂપીયા હાટુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરી છયી, પણ આપડે પરમેશ્વરનાં વચનનો પરચાર હાસાય અને મસીહના અધિકારથી કરી છયી, આ જાણતા હોવા છતા પરમેશ્વર આપણને જોય રયા છે.


પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.


હું તમને કોય આજ્ઞા નથી આપતો, પણ બીજા લોકોની તાલાવેલીનો દાખલો આપીને હું તમારા પ્રેમની હાસાય પારખવા માગું છું


પણ તમારામાંથી હરેકને પોતાની જાતને બીજાની હારે હરખામણી નો કરવી જોયી. દરેક વ્યક્તિએ પોતાના વ્યવહારની તપાસ કરવી જોયી. તઈ પછી જ પોતે જે કાય કરયુ છે એની વિષે ઈ ગર્વ લય હકે.


જેથી હાસાયથી તમારી કમર બાંધીને, ન્યાયપણાનું બખતર પેરીને.


જેથી બધાયથી હારી વાતો પારખી હકો આવી રીતે તમે બધાય લોકો મસીહના પાછા આવવાના દિવસ હુધી ઈમાનદાર અને નિરદોષ રય હકો.


તમે બધાય વિશ્વાસ કરનારાઓની હારે આપડો વ્યવહાર કેવો પવિત્ર અને ન્યાયી અને ભૂલ કરયા વગરનો હતો, એના તમે પોતે અમારા સાક્ષી છો, અને પરમેશ્વર પણ સાક્ષી છે.


તમને આજ્ઞા આપવાનો હેતુ આ છે કે, તમે એકબીજાની હારે સોખા મન, હારા વિસાર અને કપટ વગરના વિશ્વાસથી પ્રેમ કરો.


તારે બધીય વાતુમાં નમુનારૂપે હારા કામો કરવા જોયી, જેનો બીજા કાયમ પાલન કરી હકે. જઈ તુ વિશ્વસીઓને પરમેશ્વર વિષે શિખવશો, તઈ તારે હારા હિતથી શિખવવું જોયી અને આ રીતે જે માન લાયક હોય કે, લોકો તને માન આપે.


તમે અમારી હાટુ પ્રાર્થના કરતાં રયો, કેમ કે આપડી બુદ્ધિ ઉત્તમ છે; એવું આપણને ખબર છે, અને આપડે સદાય બધીય બાબતોમાં હારી રીતે રેવાની ઈચ્છા રાખી છયી.


પણ ઈ આપણને એવી ખરાબ લાલસની વિરુધમાં ઉભો રેવાને લીધે હજી વધારે કૃપા આપે છે. ઈ હાટુ પવિત્ર શાસ્ત્રમા ઈ લખેલુ છે કે, “પરમેશ્વર અભિમાનીઓનો વિરોધ કરે છે, પણ નમ્ર માણસ ઉપર કૃપા કરે છે.”


તમારી બુદ્ધિ પણ સોખી રાખો, જેથી જે વાતો વિષે તમારી બદનામી થાય છે ઈ વિષે જે મસીહમા તમારા હારા વર્તનનુ અપમાન કરે છે, તેઓ શરમાહે. છતાય નમ્રતાથી આવું કરો.


આ પાણી ઈ પાણીની આગેવાની કરે છે જેમાં આપડે જળદીક્ષા લેયી છયી, જેનાથી પરમેશ્વર આપણને બસાવે છે. કેમ કે, એણે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા હતા. ઈ પાણી ખરેખર આપડા દેહથી મેલ દુર કરતુ નથી. એની બદલે એવુ દેખાડે છે કે, આપડે પરમેશ્વરને વિનવણી કરી છયી કે ઈ આપણને ભરોસો દેય કે, એણે આપડા પાપ દુર કરી દીધા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ