17 આ જગતના માલદાર લોકોને હુકમ કર કે, તેઓ અભિમાની નો બને, અને થોડાક વખત હાટુ રેનારા પોતાના રૂપીયા ઉપર ભરોસો નો કર, પણ પોતાના સુખ હાટુ બધુય દાતારીથી દેનારો પરમેશ્વરની ઉપર આશા રાખ.
કેમ કે, તમે આ હારી રીતે જાણો છો કે, કોય પણ છીનાળવા, અશુદ્ધતા, લોભી એક મૂર્તિપૂજકની જેમ છે, જે આ જગતની વસ્તુઓનું ભજન કરે છે, એને કોય દિવસ મસીહ અને પરમેશ્વરનાં રાજ્યમાં એકય ભાગ નય મળે.
મસીહના સંદેશને દરેક વખતે વિચારતા રયો, અને પુરા જ્ઞાન હારે એકબીજાને શીખવાડો, અને સેતવણી આપું, અને પોતપોતાના મનમા આભારી હ્રદય હારે પરમેશ્વર હાટુ ભજન અને આભાર સ્તુતિ અને આત્મિક ગીતો ગાવ.
કેમ કે, ઈ લોકો તમારી વિષે બીજા લોકોને ઈ બતાવે છે કે, જઈ અમે તમારી પાહે આવ્યા તઈ તમે અમારો કેવો સ્વાગત કરયો, અને તમે કેવી રીતે મૂર્તિપૂજા મુકીને પરમેશ્વર તરફ વળ્યા, જેથી જીવતા અને હાસા પરમેશ્વરની સેવા કરો.
હે તિમોથી મે તને એફેસસ શહેરથી મકદોનિયા પરદેશમા જાતી વખતે વિનવણી કરી હતી કે, તુ એફેસસ શહેરમાં રયને ઈ ખોટા શિક્ષણ દેનારાને આજ્ઞા આપ કે, તેઓ લોકોને ખોટુ શિક્ષણ આપે નય.
પણ જો મને આવવામાં વાર લાગે તો તું જાણી લે કે, પરમેશ્વરના ઘરમાં કેવું વરતન રાખવું જોયી, પરમેશ્વરનુ ઘર તો જીવતા પરમેશ્વરની મંડળી છે ઈ તો હાસનો સ્થંભ અને આધાર છે.
હું તને પરમેશ્વર, અને ઈસુ મસીહ, અને સ્વર્ગદુતોની હામે સેતવણી આપું છું કે, આ બધીય વાતો શંકા કરયા વગર માનતો રેય, અને દરેક કામ કોયનો પણ ભેદભાવ કરયા વગર કર.
પણ જે રૂપીયાવાળા થાવા માગે છે, તેઓ એવી પરીક્ષા અને ફાસામાં અને ઘણીય બધીય નકામી અને નુકશાન કરનારી લાલસમાં ફસાય જાય છે, અને આ બધીય વાતો એને બરબાદ અને નાશ કરી નાખે છે.
પોતાની કૃપાથી પરમેશ્વર આપણને શિખવે છે કે, આપડે એવું વરતન કરવાનું બંધ કરવુ, જે એને ગમતું નથી, અને ઈ વસ્તુઓની લાલસ કરવાનું બંધ કરો; જેની ઈચ્છા અવિશ્વાસીઓ રાખે છે. જઈ આપડે આ જગતમાં છયી, તો બધીય વાતોમાં ધીરજ રાખીને અને હાસાયથી પરમેશ્વરની ભક્તિમાં જીવન જીવી.