મસીહ બધાય લોકોને પાપ અને મરણમાંથી છોડાવવા હાટુ પોતાની જાતને બલિદાન કરી દીધો એના બલિદાન દ્વારા પરમેશ્વરે હાસા વખતે આ સાબિત કરયુ કે, ઈ બધાય લોકોને બસાવવા માગે છે.
ઈ બધાય ઘેટાના બસ્સાની હારે યુદ્ધ કરશે, પણ ઘેટાનું બસુ એને હરાવી દેહે, કેમ કે, ઈ પરભુઓનો પરભુ અને રાજાઓનો રાજા છે, ઈ એને પોતાના બોલાવેલા, ગમાડેલા અને વિશ્વાસુ અનુયાયીઓની હારે હરાવી દેહે.