Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 તિમોથીને પત્ર 6:11 - કોલી નવો કરાર

11 પણ હે તિમોથી તુ પરમેશ્વરનો સેવક છે, તુ આ બધીય વસ્તુઓથી છેટો રેજે, અને એવુ જીવન જીવ, જેથી પરમેશ્વરને માન મળે. અને એની ઉપર ભરોસો રાખ, અને અંદરો અંદર પ્રેમ રાખ, અને બધીય વાતો મા ધીરજ અને નમ્રતાની હારે વ્યવહાર કર.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 તિમોથીને પત્ર 6:11
40 ပူးပေါင်းရင်းမြစ်များ  

એટલે આપડે ઈ વાતોનો પ્રયત્ન કરી, ઈ હાટુ આપડે સદાય ઈ જ કરવાની કોશિશ કરવી જોયી જે શાંતિનું કારણ બને છે, અને એક-બીજાનો વિશ્વાસી લોકોનો વિશ્વાસ વધું મજબુત કરી.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો! મૂર્તિપૂજાથી છેટા રયો.


એક-બીજાને પ્રેમ કરવાની દરેક વખતે કોશિશ કરો, અને આત્મિક વરદાનોને ઉત્સાહથી મેળવવાની ઈચ્છા રાખો, ખાસ કરીને આયા, પરમેશ્વરનાં સંદેશાને જાહેર કરો.


છીનાળવાથી પુરી રીતેથી છેટા રયો કેમ કે, છીનાળવા કરનારા પોતાના જ દેહની વિરુધ પાપ કરે છે.


અમારા પરભુ ઈસુએ એક ધારી મારી ઉપર પોતાની ભરપૂર કૃપા દેખાડી. એણે મને વિશ્વાસ અને પ્રેમ આપ્યુ કેમ કે, હું મસીહની હારે ભળી ગયો.


જો તુ જુવાનયો છો, એથી તારો કોય નકાર કરે નય, પણ તારે વાણી, વરતન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્ર જીવન જીવવામાં બધાય હાટુ વિશ્વાસી લોકોની હારું નમુનારૂપ બનવું.


અને બીજા લોકોએ આ વાતની ખરાય કરાવી જોયી કે, એણે સદાય હારા કામો કરયા છે, દાખલા તરીકે એણે પોતાના બાળકોનું પાલન-પોષણ હારી રીતે કરયુ, એણે યાત્રા કરનારા વિશ્વાસીઓને પોતાના ઘરે આવકાર કરયો, એણે બીજા વિશ્વાસીઓની સેવા એક દાસીની જેમ કરી, અને એણે એવા લોકોની મદદ કરી જે મુશ્કેલીઓમાંથી પસાર થાતા હતાં. એણે દરેક રીતનાં હારા કામો કરવા હાટુ પોતાને હોપી દીધી હોય.


હે તિમોથી, તને જે પરમેશ્વરે કરવાનું કીધું છે ઈ કરયા કર. અન્યાયી વાતો અને કેટલાક માણસો જેને ભૂલથી જ્ઞાન કેય છે એવી મુરખાય ભરેલી બાબતો જેનાથી વિરોધ થાય છે એનાથી છેટો રેજે.


ઈ હાટુ જો કોય પોતાની જાતને ઈ બધાય ખરાબ કામોથી અલગ કરશે, તો ઈ એને ખાસ અવસરો હાટુ ઉપયોગમાં લેનારા વાસણોની જેવા થાહે. એનુ જીવન પવિત્ર થાહે અને માલીક હાટુ ઉપયોગી અને દરેક ભલા કામો હાટુ તૈયાર થાહે.


ઈ ખરાબ વાતોથી છેટો રેજે, જેને જુવાન લોકો કરવાની ઈચ્છા રાખે છે અને હાસા મનથી પરભુનુ ભજન કરનારાની હારે પરમેશ્વરને ગમે એવુ જીવન અને વિશ્વાસ અને પ્રેમ અને શાંતિ મેળવવાની કોશિશ કર.


પણ હે તિમોથી, મારું શીખવવુ, મારી સાલ-સાલગત, મારા મનની ઈચ્છાઓ, મારો વિશ્વાસ, મારું સહન કરવું, મારો પ્રેમ, મારી ધીરજ, મારી સતાવણી, અને મારું દુખ ભોગવવાની વિષે તું હારી રીતે જાણ છો.


જેથી પરમેશ્વરનો માણસ પુરી રીતેથી લાયક બને, અને બધાય હારા કામો કરવા હાટુ તૈયાર થય જાય.


બધાયની હારે શાંતિથી રયો, પવિત્રતા વગર કોય પરભુને જોય હકતા નથી.


એને ભુંડાય કરવાથી સતત મનાય કરવી જોયી અને એની બદલે જે હારું છે ઈ કરવુ જોયી. ઈ લોકોને એક-બીજાની હારે શાંતિપૂર્ણ રીતે કામ કરવામા મદદ કરવાનો પ્રયત્ન કરવો જોયી; એને લોકો હારે શાંતિપૂર્ણ રીતે કામ કરવાનો આગ્રહ રાખવો જોયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ