Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 તિમોથીને પત્ર 5:1 - કોલી નવો કરાર

1 તારાથી વધારે ઉમરનાં માણસને ખીજાતો નય, પણ એને પોતાના બાપની જેમ માનીને માનથી હંમજાવ અને પોતાનાથી ઓછી ઉમર વાળાને પોતાનો ભાઈ હમજીને સલાહ આપ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 તિમોથીને પત્ર 5:1
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તમે ગુરુજી નો કેવડાવો; કેમ કે એક જ તમારો ગુરુ છે, અને તમે બધાય ભાઈઓ અને બહેનો છો.


અને તેઓએ દરેક મંડળીમાં એની હાટુ વડવા ઠરાવે અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓ પરભુ ઈસુના હાથમાં હોપયા, જેની ઉપર તેઓએ વિશ્વાસ કરયો હતો.


જઈ તેઓ યરુશાલેમ શહેરમાં પુગ્યા, તો મંડળીના લોકોએ અને ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ રાજી થયને તેઓનો આવકાર કરયો, તઈ પાઉલ અને બર્નાબાસે તેઓએ ઈ બતાવ્યું કે, પરમેશ્વરે એના દ્વારા કેવા-કેવા કામો કરયા હતા.


તઈ ગમાડેલા ચેલાઓ અને વડવાઓ આ વાતોના વિષે વિસાર કરવા હાટુ ભેગા થયા.


અને જઈ અમે મિલેતસ શહેરમાં ઉતરયા, તઈ પાઉલે એફેસસ શહેરની મંડળીના વડવાઓને સંદેશ મોકલ્યો, અને મંડળીના વડવાઓને અને લોકોને બોલાવ્યા.


દરેકને એના જે હક હોય ઈ આપો; જેને કરવેરાનો હક હોય એને કરવેરો, જેને જકાતનો હક હોય એને જકાત, જેને બીકનો હક હોય એને બીક, જેને માનનો હક હોય એને માન આપો.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો કોય વિશ્વાસુ પાપમાં પકડાય જાય છે, તો તમે જે આત્મા દ્વારા આગેવાની કરતાં જાવ છો, નમ્રતાથી એને હાસા મારગ ઉપર પાછો લય આવો અને સાવધાન રયો ક્યાક તમે પોતે જ પાપ કરવા હાટુ ભોળવાઈ નો જાવ.


જે વડવાઓ મંડળીમાં પોતાનુ કામ હારી રીતે કરે છે, એને હારી રીતે માન અને વેતન મળવું જોયી, ખાસ કરીને તેઓ લોકો જે પરમેશ્વરના સંદેશાને શીખવાડવા અને પરચાર કરવા હાટુ બોવ મેનત કરે છે.


અને પોતાનાથી વધારે ઉમરની બાયુને માં હમજીને, અને પોતાનાથી નાની ઉમરની બાયુને બહેન હંમજીને પવિત્ર હૃદયથી હંમજાવ.


ગવઢાં માણસોને શીખવાડ કે, તેઓ પોતે મનને કાબુમાં રાખનારા હોય, આવી રીતે વ્યવહાર હોવો જોયી જેથી લોકો તેઓને માન આપે, અને હમજદારીથી વ્યવહાર કરનારા, વિશ્વાસમા મજબુત હોવા જોયી, બીજા લોકોને હાસાયથી પ્રેમ કરવો જોયી, અને સહન કરવાની શક્તિ હોવી જોયી.


એવી જ રીતે જુવાન માણસોએ પણ હમજદારીથી વરતન કરવા હાટુ પોતાના મનને કાબુમાં રાખીને બોલવું.


પણ જે જ્ઞાન પરમેશ્વરની પાહેથી આવે છે ઈ પેલા તો પવિત્ર થાય છે, શાંતિપૂર્ણ, સહન કરનારો, આધીનમાં રેનારો, દયા અને હારા કામોથી ભરેલો છે, એમા કોય ભેદભાવ નથી અને વફાદાર છે.


જો તમારામાથી કોય માંદો હોય, તો મંડળીના વડવાઓને બોલાવો, અને ઈ પરભુના નામથી એને તેલ સોળીને એના હાટુ પ્રાર્થના કરે.


કેટલીક એવી વાતો છે જે હું ન્યાના વડવાઓને કેવા ઈચ્છું છું કેમ કે, હું પણ તમારી જેવો એક વડવો છું હું પોતે ઈ દુખનો સાક્ષી છું, જે ઘણાય વખત પેલા મસીહે સહન કરયા છે, જઈ ઈ પાછો આયશે, તો હું પણ એની મહિમામાં ભાગીદાર થાય,


હું, મંડળીનો વડવો યોહાન આ પત્રને પરમેશ્વર દ્વારા ગમાડેલી ઈ બાય અને એના સંતાનોને લખી રયો છું, જેઓને હું મસીહમાં હાસો પ્રેમ કરું છું અને ખાલી હુ જ નય પણ તેઓ બધાય લોકો પણ પ્રેમ રાખે છે, જે હાસાયને ઓળખે છે.


હું, મંડળીનો વડવો યોહાન, આ પત્ર મારો વાલો મિત્ર ગાયસને લખી રયો છું, જેનાથી હું હાસો પ્રેમ રાખુ છું


ઈ રાજગાદીની સ્યારેય બાજુ સોવીસ બીજી રાજગાદી હતી, અને આ રાજગાદી ઉપર સોવીસ વડીલો સફેદ લુગડા પેરીને બેહેલા મે જોયા, અને એના માથા ઉપર હોનાના મુગટ હતા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ