Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 તિમોથીને પત્ર 3:3 - કોલી નવો કરાર

3 ઈ એક દારૂડિયો કે એવો માણસ હોવો જોયી નય, જે સદાય બાધણું કરે છે, પણ દયાળુ, અને શાંત સ્વભાવનો માણસ હોવો જોયી, અને રૂપીયાનો લોભી હોય નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 તિમોથીને પત્ર 3:3
45 ပူးပေါင်းရင်းမြစ်များ  

એણે તેઓને કીધુ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કેવાય છે, જ્યાં બધીય જાતિના લોકો પ્રાર્થના કરવા હાટુ આવે છે, પણ તમે એને લુંટારાઓની જગ્યા બનાવી દીધી છે.”


મે કોયનાં હોના, સાંદી કે લુંગડાની લાલચ નથી કરી.


કેમ કે, એવા લોકો આપડા પરભુ મસીહની નય, પણ પોતાની દેહિક ઈચ્છાઓ પુરી કરવાનું કામ કરે છે અને તેઓ મીઠી-મીઠી વાતુ કરે છે અને ઈ લોકોની ખટપટ કરે છે, એવી જ રીતે ઈ ભોળા લોકોને દગો આપે છે.


અને દારૂ પીયને સાગઠા નો થાવ, કેમ કે, ઈ લોકોને અસભ્ય અને કાબુ વગરનો વ્યવહાર કરવાનું કારણ બને છે. એના બદલે તમે આત્માથી ભરપૂર થાવ.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને વિનવણી કરી છયી એવા લોકોને સેતવણી આપો જે આળસુ છે અને બીય ગયેલાઓને હિંમત આપો, અને જે વિશ્વાસમા નબળા છે એઓની મદદ કરો, અને બધાયની હારે ધીરજ રાખીને વ્યવહાર કરો.


ઈ જ પરમાણે મંડળીમાં મદદ કરનારા સેવકો શાંત હોવા જોયી અને બે બોલી બોલનારા, દારૂપીનારા કે, રૂપીયાના લાલસુ નો હોવા જોયી.


કેમ કે લોકો પોતાની જ ભલાય હાટુ સીંતા કરશે, રૂપિયાના લોભી, પોતાની વાહવાહી કરનારા, અભિમાની, નિંદા, બીજાનું અપમાન કરનારા, માં-બાપની આજ્ઞા નો માનનારા, બીજાઓનો આભાર નો માનનારા, પરમેશ્વરને નો માનનારાઓ,


આવા લોકોને શિક્ષણ આપવાની પરવાનગી નો આપ, કેમ કે, જઈ તેઓ આ વાતુ શિખવે છે, જે તેઓએ શીખવવી જોયી નય, અને તેઓ પુરા વિશ્વાસી પરિવારને બરબાદ કરી નાખે છે. તેઓ આવું કરીને રૂપીયા કમાવાનું ઈચ્છે છે.


કેમ કે, આગેવાન પરમેશ્વરનો કારભારી હોવાના લીધે નિરદોષ હોવો જોયી, અભિમાન કરનારો નય, ગુસ્સો કરનારો નય, દારૂડિયો નય, બાધણા કરનારો નય કે, રૂપિયાનો લાલસુ હોવો જોયી નય.


આ રીતે ગવઢી બાયુ વરતન કરે, જે બધીય વાતુમાં પરમેશ્વરને માન આપે, બીજાની ભૂલો કાઢનારી નય, અને દારૂડીયુ નય પણ ઈ બીજાને હારી વાતુ શીખડાવનારી હોય.


કોયને બદનામ નો કરો, બાધણા કરનારો નો હોય, પણ બીજા લોકો હાટુ દયા હોય, અને બધાય માણસો હારે નમ્રતાથી વરતવું.


રૂપીયાની લાલસ નો કરો, પણ જે તમારી પાહે છે, એનાથી જ સંતોષ રાખો, કેમ કે પરમેશ્વર પોતે કેય છે કે, “હું તને કોયદી મુકી દેય નય, અને કોયદી તારો ત્યાગ કરય નય.”


તમારામા બાધણા અને લડાય ક્યાંથી આવે છે? આ ઈ ખરાબ ઈચ્છાઓથી આવે છે જે તમારી અંદર બાધે છે.


હું તમને વડીલોને વિનવણી કરું છું કે, ઈ લોકોની હંભાળ રાખો, જે તમારી મંડળીઓમાં છે. આવું ઈ રીતે કરો જેમ કે, તમે ભરવાડ છો જે પોતાના ઘેટાં-બકરાની દેખરેખ કરે છે. આ ઈ હાટુ નથી કે, તમારે ઈ કરવુ જોયી પણ તમે એને પોતાની ઈચ્છાથી કરો, જેવું પરમેશ્વર ઈચ્છે છે. એને કરવા હાટુ રૂપીયાની લાલસ નો કરો, એની બદલે એને ઉત્સાહથી કરો.


આ શિક્ષકો લાલસુ હશે અને તેઓ બનાવટી વાર્તાઓ હંભળાવીને તમને વિશ્વાસ દેવરાયશે, જેથી તમારી પાહેથી વસ્તુઓ મેળવી હકે, પરમેશ્વરે ઘણાય વખત પેલા જ નક્કી કરી લીધુ હતું કે, ઈ તેઓને દંડ દેહે, અને ઈ એવુ કરવા હાટુ તૈયાર છે, ઈ પાક્કી રીતે એનો નાશ કરી દેહે.


પરમેશ્વર ઈ લોકોને બોવ જ કઠણ સજા દેહે જે આવા કામ કરે છે ઈ એવો વ્યવહાર કરે છે જેવું કાઈને કરયુ ઈ એમ જ પાપ કરે છે જેવું પાપ બલામે રૂપીયા હાટુ કરયુ હતું અને ઈ કોરાહની જેમ મરી જાહે જેણે મૂસાની વિરુધ બળવો કરયો.


હું તમારો ભાઈ યોહાન છું જે પરમેશ્વરનાં રાજ્યનો તમારી હારે ભાગીદાર છું, અને તમારી હારે પીડા અને દુખ પણ ધીરજથી સહન કરું છું કેમ કે, આપડે ઈસુના છયી, પરમેશ્વરનો સંદેશો હંભળાવવા અને ઈસુ વિષે સાક્ષી દેવાના કારણે હું પાત્મસ નામના ટાપુમાં હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ