Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 તિમોથીને પત્ર 3:10 - કોલી નવો કરાર

10 મંડળીના સેવકોને ગમાડયા પેલા તેઓને પારખવા જોયી, જો તેઓ નિરદોષ જણાય તો જ સેવા હાટુ તેમની નિમણુક કરવી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 તિમોથીને પત્ર 3:10
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

પરમેશ્વર તમને છેલ્લે હુધી વિશ્વાસમાં મજબુત કરશે કે, જઈ તમે ઈ દિવસે દોષ વગરના માલુમ પડો જઈ આપડા પરભુ ઈસુ મસીહ ફરીથી જગતમાં પાછા આયશે.


પણ પરમેશ્વરે હવે પોતાના દીકરા મસીહને માણસ બનાવીને અને એના વધસ્થંભ ઉપર મરણ દ્વારા તમારો પણ મેળ કરી લીધો જેથી તમને પોતાની હામે પવિત્ર અને દોષ વગરના અને ભૂલ વગરના બનાવીને હાજર કરે.


કેમ કે, જેઓ હારી રીતે સેવા કરતા હોય, તેઓ લોકોમા માન પામે છે; અને તેઓ મસીહ ઈસુ ઉપરના વિશ્વાસ વિષે ખાતરીથી બોલી હકે છે.


પણ એમા આ વાતો જરૂરી છે કે, આગેવાન દોસ વગરનો, અને એક જ બાયડીનો ધણી, પોતાનુ મન કાબુમાં રાખનારો, હમજદાર, લોકોમા માનનીય, મહેમાનોને આવકાર કરનારો, અને પરમેશ્વરના વચનને શીખવવામાં પરીપક્વ હોવો જોયી.


ઈ એવો માણસ હોવો જોયી નય, જે હાલમાંજ વિશ્વાસી બન્યો હોય, ક્યાક એવુ થાય નય કે, ઈ અભિમાન કરીને શેતાનની જેમ સજા પામે.


કોય પણ માણસને મંડળીમાં વડવા તરીકે ગમાડવા હાટુ ઉતાવળ કરવી નય, એવુ કરીને એના પાપોમા ભાગીદારી થાવુ નય પણ પોતાની જાતને પવિત્ર બનાવી રાખ.


હે વાલા મિત્રો, દરેક એક માણસ ઉપર વિશ્વાસ નો કરો, જે પવિત્ર આત્મા દ્વારા બોલવાનો દાવો કરે છે, પણ આત્માઓને પારખો કે, તેઓ પરમેશ્વર તરફથી છે કે નથી, કેમ કે, ઘણાય બધાય ખોટા આગમભાખીયા જગતમાં છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ