1 તિમોથીને પત્ર 1:9 - કોલી નવો કરાર9 છતાય યાદ રાખવું જોયી કે, નિયમ હારા માણસ હાટુ નય, પણ નિયમભંગ કરનારાઓ અને ગુનેગારો, પરમેશ્વરને નો માનનારા અને પાપીઓ, અપવિત્ર, અશુદ્ધ અને અધરમી, અને મા-બાપને મારી નાખનારાઓ, ખૂનીઓ, အခန်းကိုကြည့်ပါ။ |
તો પછી શાસ્ત્રનો હેતુ શું હતો? ઈ તો ગુનાના કારણે પછીથી દેવામાં આવ્યો, પરમેશ્વરે શાસ્ત્રની રસના આ પરકારે કરી હતી કે, આ ઈ વખત હુધી માન્ય રેહે જ્યાં હુધી કે, ઈબ્રાહિમનો વંશ, મસીહ નય આવે; આ ઈ વંશને વિષે હતું જેનો પરમેશ્વરે વાયદો કરયો હતો. સ્વર્ગદુતોની મદદથી મુસાને શાસ્ત્ર દેવામાં આવ્યું અને મુસા પરમેશ્વર અને લોકોની વસે મધ્યસ્થી બની ગયો.
પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”