Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 તિમોથીને પત્ર 1:19 - કોલી નવો કરાર

19 અને તારે મસીહ ઉપર વિશ્વાસમા બનેલું રેવું જોયી અને સોખુ મન હોવું જોયી, કેમ કે કેટલાક લોકોએ પોતાના સોખા મનનો ત્યાગ કરી દીધો છે અને એનુ પરિણામ ઈ થયુ કે, તેઓ હવે મસીહ ઈસુમાં વિશ્વાસ નથી કરતા. જેવી રીતે એક વહાણ ભટકાયને નાશ થય જાય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 તિમોથીને પત્ર 1:19
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમારામાંનો કોય પણ માણસ ઉપાદી કરીને પોતાના જીવનની એક પળ પણ વધારી હકતો નથી!


શું તમને લાગે છે કે, પક્ષ પડવાથી બીજાને ખબર પડી જાહે કે, તમારામાંથી કોયની પાહે પરમેશ્વરની મંજુરી છે? નય. હરાહર નય!


જો તમે મુસાના નિયમશાસ્ત્રનું પાલન કરીને ન્યાયી ઠરવા માગો છો, તો તમે પોતાની જાતને મસીહથી નોખા કરી રયા છો. એણે પરમેશ્વરની કૃપાથી પોતાનું મોઢું ફેરવી લીધું છે.


તમને આજ્ઞા આપવાનો હેતુ આ છે કે, તમે એકબીજાની હારે સોખા મન, હારા વિસાર અને કપટ વગરના વિશ્વાસથી પ્રેમ કરો.


અને તેઓને એક શુદ્ધ બુદ્ધિ હારે ઈ હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરવાનું સાલું રાખવું જોયી જેને પરમેશ્વરે પરગટ કરયુ છે.


એક હારા સિપાયની જેમ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવા અને એની સેવા કરવા હાટુ કોશિશ કર. અને અનંતકાળનું જીવન મેળવ, જેની હાટુ તને બોલાવવામાં આવ્યો છે, અને બધાય લોકોની હામે તે પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવાનું હોતન કબુલ કરયુ હતું.


કેટલાક લોકોએ આ ખોટા જ્ઞાનને માનીને વિશ્વાસ કરવાનું છોડી દીધુ છે, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વરની કૃપા તમારી બધાય ઉપર થાતી રેય.


પણ જે રૂપીયાવાળા થાવા માગે છે, તેઓ એવી પરીક્ષા અને ફાસામાં અને ઘણીય બધીય નકામી અને નુકશાન કરનારી લાલસમાં ફસાય જાય છે, અને આ બધીય વાતો એને બરબાદ અને નાશ કરી નાખે છે.


તેઓએ હાસાય ઉપર વિશ્વાસ કરવાનું છોડી દીધુ છે. ઈ એવુ કેય છે કે, પરમેશ્વરે પેલાથી જ વિશ્વાસીઓને મરેલામાંથી જીવતા અનંતજીવન હાટુ ઉપાડી લીધા છે, પરિણામ રૂપે ઈ થોડાક વિશ્વાસીઓને મસીહ ઉપર વિશ્વાસ કરવાથી રોકી રયા છે.


તેઓ હાસી વાતો હાંભળશે નય, પણ ગયઢીયાની બનાવેલી વાતુ તરફ ધ્યાન આપશે,


ઈમાનદારીથી આ સંદેશા પરમાણે કરવુ જોયી, જે વિશ્વાસ લાયક છે અને જે ઈ સિદ્ધાંતથી સહમત થાય છે, જે લોકોએ એને શીખવાડુ હતું, જેથી ઈ પોતાના હારા શિક્ષણ દ્વારા બીજાની મદદ કરશે અને તેઓને સુધારશે જે હારા શિક્ષણનો વિરોધ કરે છે.


કેમ કે, જો આપડે ઈ વિશ્વાસને જે શરૂઆતમાં કરયો હતો એને અંત હુધી હાસવી રાખી છયી, તો આપડે મસીહની હારે ભાગીદાર બની જાહુ.


તેઓ મસીહ વિરોધી આપડી મંડળીના હતાં તેઓ આપણામાના નોતા પણ છોડીને વયા ગયા, કેમ કે, તેઓ આપણામાના નોતા. જે તેઓ આપડી સંગતમાંના હોત તો, આપડી હારે રેત. પણ તેઓ વયા ગયા જેનાથી ખબર પડે કે, તેઓમાંથી કોય પણ આપડા હતાં જ નય.


કેમ કે, તે ધીરજથી સહન કરવાની મારી આજ્ઞાનું પાલન કરયુ છે, હું તને આખા જગતમાં આવનારા પરીક્ષણના વખતથી પણ આઘો રાખય, જે પૃથ્વી ઉપર રેનારાનુ પરીક્ષણ કરશે.


ઈ હાટુ ઈ શિક્ષણને યાદ કર, જે બોવ પેલા હાંભળુ હતું અને વિશ્વાસ કરયો હતો, જે તને શિખવાડુ હતું એની પરમાણે કર, પોતાના ખરાબ કામોથી પસ્તાવો કર, જો તુ ખરાબ કામો કરવાનું સાલું રાખશો, તો હું ખબર વગરનો આવી જાય, જેમ એક સોર આવે છે અને તુ ઈ વખતને પણ નય જાણી હક જઈ હું તને દંડ આપવા હાટુ આવી જાય.


હું તારા કામોને જાણું છું, જોવો, મે તારી હામે એક કમાડ ખોલી રાખ્યો છે, જેને કોય બંધ નથી કરી હકતો, તારું સામર્થ્ય થોડુક તો છે, તોય પણ તે મારા વચનનું પાલન કરયુ છે અને મારા નામનો નકાર નથી કરયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ