Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 તિમોથીને પત્ર 1:14 - કોલી નવો કરાર

14 અમારા પરભુ ઈસુએ એક ધારી મારી ઉપર પોતાની ભરપૂર કૃપા દેખાડી. એણે મને વિશ્વાસ અને પ્રેમ આપ્યુ કેમ કે, હું મસીહની હારે ભળી ગયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 તિમોથીને પત્ર 1:14
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેઓને એણે લગભગ પાંસ વાગે હાંજે કામ ઉપર રાખ્યા હતા, તેઓ જઈ આવે તઈ તેઓને એક-એક દીનાર એટલે આખા દિવસની મજુરી આપવામાં આવે.


આવું કરવુ ઠીક છે જ નય, પણ આપડો તો ઈ વિશ્વાસ છે કે, જેવી રીતેથી આપડે પરભુ ઈસુની કૃપાથી તારણ પામશું, એવી રીતેથી ઈ હોતન તારણ પામશે,” નો કે, મુસાનાં નિયમોનું પાલન કરવાથી.


શાંતિનો પરમેશ્વર જલ્દીથી શેતાનની તાકાતને નાશ કરીને એને તમારી આધીન કરી દેહે. આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી ઉપર થાતી રેય.


પણ હું જે છું ઈ પરમેશ્વરની કૃપાથી છું; મારી ઉપર એની જે કૃપા છે ઈ કારણ વગર થય નથી, પણ તેઓ બધાય કરતાં મેં વધારે મેનત કરી; મેં તો નય પણ પરમેશ્વરની જે કૃપા મારી ઉપર છે ઈ દ્વારા હતી.


પરમેશ્વરની મારી ઉપર થયેલી કૃપા પરમાણે કુશળ કારીગર તરીકે મેં પાયો નાખો છે; અને એની ઉપર કોય બીજો બાંધે છે. પણ પોતે એની ઉપર કેવી રીતે બાંધે છે ઈ વિષે હરેકને સાવધન રેવું જોયી.


પરભુ ઈસુ મસીહની કૃપા અને પરમેશ્વર બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમારી બધાયની હારે રેય, આમીન.


કેમ કે, બધાય દુખ જે આપણે સહન કરયા ઈ તમારા લાભ હાટુ છે, જેથી વધારેને વધારે લોકોને ખબર પડી જાહે કે, પરમેશ્વર કેટલો કૃપાળુ છે, અને બોવ બધા લોકો એને માન અને મહિમા આપશે.


તમે આપડા પરભુ ઈસુ મસીહની કૃપા જાણો છો કે, તેઓ તો રૂપીયાવાળા હોવા છતાં તમારી હાટુ ગરીબ બન્યા કે, જેથી તમે એની ગરીબીના કારણે રૂપીયાવાળા બનો.


જઈ હું યહુદી ન્યાયનું પાળતો હતો, ઈ મારું જે જીવન હતું એની વિષે તો લોકોએ તમને કીધું છે કે, મેં પરમેશ્વરની મંડળી અને વિશ્વાસી લોકોનો નાશ કરવાની કોશિશ કરી.


અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.


પણ આપડે જે દિવસના બાળકો છયી, ઈ હાટુ આપડે પોતાની ઉપર કાબુ રાખવો જોયી. વિશ્વાસ અને પ્રેમ એક બખતરની જેમ છે એને પેરી લ્યો જે રક્ષણ કરે છે અને તારણની આશાનો ટોપ પેરીને સાવધાન રયો,


તો પણ જો બાયુ માનપૂર્વક, વિશ્વાસ અને પ્રેમમાં પવિત્ર જીવન જીવે, તો તેઓ બાળકો જણવાના કારણે તારણ પામશે.


જો તુ જુવાનયો છો, એથી તારો કોય નકાર કરે નય, પણ તારે વાણી, વરતન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્ર જીવન જીવવામાં બધાય હાટુ વિશ્વાસી લોકોની હારું નમુનારૂપ બનવું.


પણ હે તિમોથી તુ પરમેશ્વરનો સેવક છે, તુ આ બધીય વસ્તુઓથી છેટો રેજે, અને એવુ જીવન જીવ, જેથી પરમેશ્વરને માન મળે. અને એની ઉપર ભરોસો રાખ, અને અંદરો અંદર પ્રેમ રાખ, અને બધીય વાતો મા ધીરજ અને નમ્રતાની હારે વ્યવહાર કર.


જે હાસુ શિક્ષણ તે મારી પાહેથી હાંભળુ છે, એને પોતાના નમુનારૂપે હંભાળી રાખ, આ એવા વિશ્વાસ અને પ્રેમથી કર, કેમ કે, તુ મસીહ ઈસુની હારે એકતામાં છો.


ઈ ખરાબ વાતોથી છેટો રેજે, જેને જુવાન લોકો કરવાની ઈચ્છા રાખે છે અને હાસા મનથી પરભુનુ ભજન કરનારાની હારે પરમેશ્વરને ગમે એવુ જીવન અને વિશ્વાસ અને પ્રેમ અને શાંતિ મેળવવાની કોશિશ કર.


ગવઢાં માણસોને શીખવાડ કે, તેઓ પોતે મનને કાબુમાં રાખનારા હોય, આવી રીતે વ્યવહાર હોવો જોયી જેથી લોકો તેઓને માન આપે, અને હમજદારીથી વ્યવહાર કરનારા, વિશ્વાસમા મજબુત હોવા જોયી, બીજા લોકોને હાસાયથી પ્રેમ કરવો જોયી, અને સહન કરવાની શક્તિ હોવી જોયી.


આપડા પરભુ ઈસુ મસીહના બાપ પરમેશ્વરની સ્તુતિ થાય. પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની મહાન દયાથી આપણને એક નવુ જીવન આપ્યુ છે. કેમ કે, પરમેશ્વરે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા, એણે આપણને બોવ જ આત્મવિશ્વાસની હારે જીવવાને લાયક બનાવ્યા છે; એટલે એમ કે, ઈ વસ્તુઓને મેળવવાની પુરી આશા રાખી હકી છયી, જે એણે આપણને દેવાનો વાયદો કરયો છે.


પ્રેમ ખરેખર ઈ નથી કે, આપડે પરમેશ્વરને પ્રેમ કરયો પણ ખરેખર પ્રેમ આજ છે કે, પરમેશ્વરે આપણને પ્રેમ કરયો અને આપડા પાપોને છેટા કરવા હાટુ એણે પોતાના એકનાં એક દીકરાને બલિદાન થાવા હાટુ જગતમાં મોકલ્યો.


હું પ્રાર્થના કરું છું કે, આપડા પરભુ ઈસુ તમારી બધાયની હારે કૃપાથી કામ કરવાનું સાલું રાખે, જે પરમેશ્વરનાં લોકો છે. આમીન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ