3 જઈ લોકો કહેતા હોય કે, અમે શાંતિથી જીવી છયી, અને બધુય હારું છે, તઈ જે રીતે ગર્ભવતી બાઈને અસાનક દુખાવો થાવા લાગે છે, તેવીજ રીતે તેઓ નાશ થાવા લાગશે, અને તેઓ ઈ મોટા દુખથી બસી નય હકે.
જઈ બાયને જણવાનો વખત આવે છે, તો એને બોવ પીડા થાય છે, કેમ કે એના દુખાવાનો વખત આવી ગયો છે, પણ ઈ બાળકને જનમ દીધા પછી પોતાના દુખાવાને ભુલી જાય છે કેમ કે, ઈ રાજી થાય છે કે, જગતમાં એક બાળકનો જનમ થયો છે.
હે નિંદા કરનારાઓ, ધ્યાનથી હાંભળો, અને આશ્ચર્ય અનુભવો અને મરી જાવ કેમ કે, હું તમારા વખતમાં કાક એવુ કામ કરય કે, જો કોય તમને ઈ કામના વિષે કેય, તો તમે કોય દિવસ માનશો જ નય.”
અને જેનું નામ સ્વર્ગમાં લખવામાં આવ્યું છે, તમે આવા પરમેશ્વરની પેલા જનમેલા બાળકોની સભામાં કા મંડળીમાં આવ્યા છો, અને તમે બધાય લોકોનો ન્યાય કરનારા પરમેશ્વરની પાહે અને જે લોકોને નિર્દોષ ઠરાવવામાં આવ્યા; એવા ન્યાયી લોકોના આત્માઓ પાહે આવ્યા છો.