Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 5:27 - કોલી નવો કરાર

27 હું તમને પરભુના નામથી આજ્ઞા આપું છું કે, આ પત્ર બધાય વિશ્વાસી ભાઈઓ અને બહેનોને વાસીને હંભળાવવામાં આવે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 થેસ્સાલોનિકીઓને પત્ર 5:27
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ઈસુ મૂંગો રયો, તઈ પ્રમુખ યાજકે એને ફરી કીધુ કે, “હું એને જીવતા પરમેશ્વરનાં હમ દવ છું કે, પરમેશ્વરનો દીકરો જે મસીહ છે, ઈ તુ જ છે કે નય? ઈ અમને કય દે.”


ઈસુએ એને કીધુ છે કે, “મેલી આત્મા, આ માણસમાંથી બારે નીકળી જા!” તઈ એણે મોટી રાડ પાડીને કીધુ કે, “ઈસુ સર્વશક્તિશાળી પરમેશ્વરનાં દીકરા, તારે મારી હારે શું કામ છે? પરમેશ્વરનાં નામનો વાયદો કર કે, તુ મને દુખ આપય નય.”


એક દિવસ એકસો વીસ વિશ્વાસી લોકો ભેગા થયા, તઈ પિતર એની વસમાં ઉભો રયને કેવા મંડયો.


પણ થોડાક યહુદી જે ભુવા હતાં ગામોગામ ફરતા હતાં, એવુ કરવા મંડા કે જેમાં મેલી આત્મા છે, ઈ લોકોમાંથી ઈસુના નામમાં, આ કયને મેલી આત્માને કાઢવાની કોશિશ કરવા મંડા, “હું પરભુ ઈસુના નામમાં, જેનો પરચાર પાઉલ કરે છે, તમને બારે આવવાની આજ્ઞા આપું છું”


અને જઈ આ પત્ર તમારી ન્યા વાસી લેવાય, તો આવું કરજો કે, લાઓદિકિયાની મંડળીની વસે પણ વાસીને હંભળાવવામાં આવે, અને તમે પણ ઈ પત્રને વાસજો જે મે એની હાટુ લખ્યું હતું.


તમે જાણો છો કે, જેમ બાપ પોતાના બાળકોની હારે વ્યવહાર કરે છે, એવી જ રીતે અમે પણ તમારામાંથી દરેકને શિક્ષણ આપતા, અને પ્રોત્સાહિત કરતાં અને સેતવણી આપતા હતા.


જો કોય અમારા આ પત્રમાં લખેલી વાતોને નો માંને, તો એની ઉપર ધ્યાન રાખો, અને તેઓથી છેટા રયો, જેથી ઈ પોતે શરમાય જાય.


હે દીકરા તિમોથી, હું ઈ આજ્ઞા તને આપી રયો છું અને હું તને ઈ વાતોને યાદ કરવા હાટુ કવું છું જે ભૂતકાળમાં આગમભાખીયાઓએ કીધી હતી કે, તારી હારે થાહે. તને ખોટા શિક્ષકોની વિરુધ હારી રીતે લડવા હાટુ ઈ શબ્દોનો ઉપયોગ એક હથિયારની જેમ કરવુ જોયી.


હે તિમોથી મે તને એફેસસ શહેરથી મકદોનિયા પરદેશમા જાતી વખતે વિનવણી કરી હતી કે, તુ એફેસસ શહેરમાં રયને ઈ ખોટા શિક્ષણ દેનારાને આજ્ઞા આપ કે, તેઓ લોકોને ખોટુ શિક્ષણ આપે નય.


હું તને પરમેશ્વર, અને ઈસુ મસીહ, અને સ્વર્ગદુતોની હામે સેતવણી આપું છું કે, આ બધીય વાતો શંકા કરયા વગર માનતો રેય, અને દરેક કામ કોયનો પણ ભેદભાવ કરયા વગર કર.


વિશ્વાસીઓને ઈ વાતો હમજાવી દે, જેથી કોય પણ એની ઉપર કલંક નો લગાડે.


બધાય લોકોને જીવન આપનાર પરમેશ્વરની હામે, અને ઈસુ મસીહની હામે, જેણે પોંતિયસ પિલાત રાજ્યપાલની હામે હાસુ કબુલ કરયુ હતું, હું તને આ આજ્ઞા આપું છું,


આ જગતના માલદાર લોકોને હુકમ કર કે, તેઓ અભિમાની નો બને, અને થોડાક વખત હાટુ રેનારા પોતાના રૂપીયા ઉપર ભરોસો નો કર, પણ પોતાના સુખ હાટુ બધુય દાતારીથી દેનારો પરમેશ્વરની ઉપર આશા રાખ.


જઈ ઈસુ મસીહ રાજાની જેમ રાજ્ય કરવા આયશે, તઈ ઈ જે જીવતા છે અને જે મરી ગયા છે ઈ બેયનો ન્યાય કરશે. ઈ હાટુ પરમેશ્વર અને મસીહને સાક્ષી હમજીને, હું તને આજ્ઞા આપું છું,


ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ