17 દરેક વખતે પ્રાર્થના કરતાં રયો.
ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, સદાય પ્રાર્થના કરવી જોયી, અને કાયર થાવુ નય, આ બતાવવા હાટુ જ તેઓને એક દાખલો આપતા કીધુ કે,
પણ જાગતા રયો અને પ્રાર્થના કરતાં રયો જેથી તમે જે આ બધીય વાતો થાવાની છે એમા મજબુત રીતે ઉભા રય હકો, અને માણસના દીકરાની હામે ઉભા રય હકો.
તમારી પાહે જે આશા છે, એમા તમારે રાજી થાવુ જોયી, સંકટમાં ધીરજ રાખવી, પ્રાર્થનામાં વિશ્વાસુ રયો.
અને દરેક વખતે અને દરેક પરકારે આપડે એવી જ રીતે પ્રાર્થના કરવી જોયી જેમ પવિત્ર આત્મા દોરવણી કરે છે, અને વિનવણી કરતાં રયો, અને જાગતા રયો કે, બધાય પવિત્ર વિશ્વાસી લોકોની હાટુ સદાય વિનવણી કરો,
ઈ હાટુ સદાય પ્રાર્થના કરતાં રયો, જઈ તમે પ્રાર્થના કરો છો તો સાવધાન રયો અને સદાય હાટુ પરમેશ્વરનો આભાર માનો.
બધીય વાતોનો અંત પાહે આવી ગયો છે, એટલે તમે સંયમી થાવ અને સાવધાન રયો, જેથી તમે પ્રાર્થના કરી હકો.