16 સદાય રાજી રયો.
તમે આનંદ કરો અને બોવ હરખાવો કેમ કે, સ્વર્ગમાં તમારો બદલો મોટો છે. એવી જ રીતે તેઓએ બોવ વખત પેલા આગમભાખીયાઓને પણ એમ જ હેરાન કરયા હતા.
તો પણ હરખાવમાં, કેમ કે, મેલી આત્માઓ તમારા હુકમને માને છે, પણ એને લીધે કે, તમારા નામ સ્વર્ગમા લખેલા છે, એને લીધે હરખાઓ.”
તઈ તેઓએ ઈસુને કીધું કે, “ગુરુ, ઈ રોટલી સદાય અમને આપતા રેજો.”
તમારી પાહે જે આશા છે, એમા તમારે રાજી થાવુ જોયી, સંકટમાં ધીરજ રાખવી, પ્રાર્થનામાં વિશ્વાસુ રયો.
આપણને દુખી કરવામાં આવ્યા, પછી પણ આપણે સદાય રાજી થાયી છયી, આપડે પોતે તો કંગાળ છયી પણ બીજા ઘણાયને આત્મિક રીતેથી રૂપીયાવાળા બનાવી દેય છે, માનો આપડી પાહે કાય પણ નથી તોય આપડી પાહે બધીય વસ્તુ છે.
પરભુમાં સદાય રાજી રયો, હું ફરીથી કવ છું, રાજી રયો.