Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 5:15 - કોલી નવો કરાર

15 તમે આ વાતનું ધ્યાન રાખો કે, કોય પણ તમારી હારે ખરાબ કરે તો એના બદલે ખરાબ નો કરો, પણ કાયમ તમે એકબીજાની અને બધાયની ભલાય કરવા હાટુ કોશિશ કરો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 થેસ્સાલોનિકીઓને પત્ર 5:15
39 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ હું તમને કવ છું કે, શેતાન હોય એની વિરુધ નો થાઓ, પણ જે કોય તારા જમણા ગાલ ઉપર લાફો મારે તો એની હામે તમારો બીજો ગાલ પણ ધરી દયો.


પણ તમે તમારા દુશ્મનો ઉપર પ્રેમ રાખો, અને તેઓનું હારું કરો, પાછુ મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરમપ્રધાન પરમેશ્વરનાં દીકરા થાહો; કેમ કે ભલા અને પાપી લોકો ઉપર તેઓ દયાળુ છે.


પણ પાઉલે જોરથી રાડ નાખીને કીધું કે, “તુ પોતાની જાતને કેમ નુકશાન પુગાડ છો? કેમ કે, અમે આયા છયી.”


બીજાને ઢોંગ કરયા વગર પ્રેમ કરો, જે ભુંડુ છે એને ધિક્કારો, અને જે હારુ છે, એને સદાય કરતાં રયો.


એટલે આપડે ઈ વાતોનો પ્રયત્ન કરી, ઈ હાટુ આપડે સદાય ઈ જ કરવાની કોશિશ કરવી જોયી જે શાંતિનું કારણ બને છે, અને એક-બીજાનો વિશ્વાસી લોકોનો વિશ્વાસ વધું મજબુત કરી.


એક-બીજાને પ્રેમ કરવાની દરેક વખતે કોશિશ કરો, અને આત્મિક વરદાનોને ઉત્સાહથી મેળવવાની ઈચ્છા રાખો, ખાસ કરીને આયા, પરમેશ્વરનાં સંદેશાને જાહેર કરો.


હવે જો તિમોથી તમારી પાહે કરિંથ શહેરમાં આવે, તો એની હારે માનથી વ્યવહાર કરજો કેમ કે, ઈ પણ મારી જેમ પરભુનું કામ કરે છે.


ઈ હાટુ હમણાં તમારામાં હાસીન ગેરહમજ ઉભી થય છે કે, તમે એકબીજા ઉપર આરોપ લગાડો છો. એમ કરવાને બદલે તમે કેમ અન્યાય સહન કરતાં નથી?


ઈ હાટુ જ્યાં હુધી આપણને તક મળી રેય છે, આપડે બધાય લોકોની હારે ભલાય કરી, પણ ખાસ કરીને આપડે જે હારું છે ઈ આપડા વિશ્વાસીયો હાટુ કરવુ જોયી.


પોતાના સ્વભાવની વિષે ખાસ સાવધાન રયો. મુરખાઓની જેમ નય, પણ બુદ્ધિશાળીની જેમ જીવન જીવો.


પણ ઈ તમારી ઉપર પણ લાગુ પડે છે કે, તમારામાંથી દરેક પોતાની બાયડીને પોતાની જેમ પ્રેમ કરે અને બાયડી પણ પોતાના ધણીને માન આપે.


કે, તમે પોતાના જીવનને એવી રીતે જીવો જેને પરમેશ્વર માન આપે, જે તમને પોતાના રાજ્યમા અને મહિમામાં ભાગીદાર થાવા હાટુ બોલાવે છે.


પણ દરેક વચનને પારખો કે, ઈ પરમેશ્વર તરફથી છે કે નય. અને જે વાત હાસી છે ઈ વાતને માની લ્યો.


પણ હે તિમોથી તુ પરમેશ્વરનો સેવક છે, તુ આ બધીય વસ્તુઓથી છેટો રેજે, અને એવુ જીવન જીવ, જેથી પરમેશ્વરને માન મળે. અને એની ઉપર ભરોસો રાખ, અને અંદરો અંદર પ્રેમ રાખ, અને બધીય વાતો મા ધીરજ અને નમ્રતાની હારે વ્યવહાર કર.


પરભુનો સેવક બાધણુ કરનારો નો હોવો જોયી, પણ એને બધાય પ્રત્યે દયાળુ થાવુ જોયી, પરમેશ્વરનું વચન સોખી રીતેથી શીખવવામાં સક્ષમ હોવો જોયી અને લોકોની હારે ધીરજ રાખવી જોયી.


કોયને બદનામ નો કરો, બાધણા કરનારો નો હોય, પણ બીજા લોકો હાટુ દયા હોય, અને બધાય માણસો હારે નમ્રતાથી વરતવું.


બધાયની હારે શાંતિથી રયો, પવિત્રતા વગર કોય પરભુને જોય હકતા નથી.


કેમ કે, તમે પરમેશ્વરની વિષે હાસાયનું પાલન કરયુ છે અને એને રજા આપી કે ઈ તમને પવિત્ર બનાવે અને આપડે આપડી હારના વિશ્વાસી ભાઈઓથી પ્રેમ કરી હકી, એક-બીજાને આગ્રહ અને હ્રદયથી પ્રેમ કરતાં રયો.


તમે બધાય લોકોને માન આપો, બધાય ભાઈઓ ઉપર પ્રેમ રાખો તમારા સાથી વિશ્વાસીઓ ઉપર પ્રેમ રાખો. પરમેશ્વરથી બીવો અને રાજાને માન આપો.


ભુંડાની હામે ભુંડા નો થાવ, અને ગાળ નો દયો, પણ એના બદલે આશીર્વાદ જ દયો, કેમ કે, પરમેશ્વરે તમને બોલાવ્યા છે, જેથી તમે બીજાને આશીર્વાદ દય હકો, જો તમે આવું કરો છો તો, પરમેશ્વર પણ તમને આશીર્વાદ દેહે.


હે વાલા મિત્રો ઈ લોકોની નકલ નો કરો જે ખરાબ કામો કરે છે, પણ ઈ લોકો જેવા બનો જેઓ ભલું કામ કરે છે, જો કોય હારું કામ કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, પણ જો કોય ખરાબ કામ કરે છે ઈ પરમેશ્વરને નથી ઓળખતા.


તઈ હું એને દંડવત સલામ કરવા હાટુ એના પગે પડયો, એણે મને કીધું કે, મને દંડવત સલામ નો કર. હું ખાલી પરમેશ્વરનો એક ચાકર છું જેવો તુ છો અને તારા ભાઈની જેમ જે ઈસુ દ્વારા પરગટ કરેલા હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરે છે અને માંને છે ખાલી પરમેશ્વર જ છે જેનું તારે ભજન કરવુ જોયી. કેમ કે, પરમેશ્વરની આત્મા જ છે જે પરમેશ્વરનાં લોકોને ઈસુ દ્વારા બતાવવામાં આવેલા હાસનો પરચાર કરવા લાયક બનાવે છે.


પણ એણે મને કીધુ કે, “મારું ભજન નો કર, હું તો બસ તમારી જેમ પરમેશ્વરનો ચાકર છું! હું હોતન તમારી હારના વિશ્વાસી લોકોની જેમ ચાકર છું જે આગમભાખીયા છે, અને એવા લોકોની જેમ જે આ સોપડીના સંદેશાનુ પાલન કરે છે. એની કરતાં પરમેશ્વરનુ જ ભજન કર.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ