Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 5:12 - કોલી નવો કરાર

12 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને વિનવણી કરી છયી કે, જે પરભુમાં તમારા આગેવાન છે, અને તમારી વસે મેનત કરે છે, અને તમને શીખવાડે છે, એને માન આપો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 થેસ્સાલોનિકીઓને પત્ર 5:12
42 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ જ ઘરમાં મેમાન બનીને રયો, અને એની પાહેથી જે કાય મળે, ઈ ખાતા-પીતા રયો કેમ કે, મજુર એની મજુરીને લાયક છે; તમે એક ઘરેથી બીજા ઘરે જાતા નય.


મે તમને ઈ ખેતરમાં તૈયાર પાકને લણવા હાટુ મોકલ્યા છે, જે ખેતરમાં તમે મેનત નથી કરી, અને તમે બીજાઓની મેનત કરેલા પાકમાં ભાગીદાર થયા છો.


તમે પોતાની સબંધી અને જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને આગેવાનો ઠેરવા છે ઈ બધાય સબંધી સાવધાન રયો, એટલે કે, પરમેશ્વરની મંડળી જે વિશ્વાસી ટોળુ તમને પોતાના લોહીથી વેસાતી લીધુ છે, એનું પાલન કરો.


મે તમને બધુય કરીને તમને બતાવ્યું કે, આપડે કેવી રીતે મેનત કરતાં નબળાઓને મદદ કરવી જોયી, અને પરભુ ઈસુના વચનો નો સ્મરણ રાખવો જોયી, જે એણે પોતે કીધું છે કે, “લેવાથી દેવું ધન્ય છે.”


ત્રુફેનાબેન અને ત્રુફોસાબેનને જે પરભુમાં મેનત કરે છે, એને સલામ, વાલી પેર્સિસબેનને જેણે પરભુમાં બોવ મેનત કરી, એને સલામ.


મરિયમને સલામ. જેણે તમારી હાટુ બોવ મેનત કરી છે.


મંડળી અને મસીહના આ દેહમાં, પરમેશ્વરે આપણને જુદા જુદા પરકારના કામો આપ્યા છે: બધાયની પેલા, થોડાકને ગમાડેલા ચેલા થાવા હાટુ ગમાડીયા, બીજા આગમભાખીયાઓ, ત્રીજા શિક્ષકો, પછી સમત્કાર કરનારાઓ, હાજા કરનારાઓ, મદદ કરનારાઓ, વહીવટકરનારાઓ, અને જુદી જુદી ભાષા બોલનારાઓ.


પણ હું જે છું ઈ પરમેશ્વરની કૃપાથી છું; મારી ઉપર એની જે કૃપા છે ઈ કારણ વગર થય નથી, પણ તેઓ બધાય કરતાં મેં વધારે મેનત કરી; મેં તો નય પણ પરમેશ્વરની જે કૃપા મારી ઉપર છે ઈ દ્વારા હતી.


ઈ હાટુ હું તમને વિનવણી કરું છું કે, પોતાની જાતને હોપી દયો, પણ દરેક કડક મેનત કરે છે અને જે આ રીતે હાસી ભક્તિની હારે સેવા કરે છે.


અને તેઓએ મારા અને તમારી આત્માને પ્રોત્સાહિત કરયો. ઈ હાટુ એવા માણસોને માન આપવું જોયી.


કેમ કે અમે પરમેશ્વરનાં સેવકો તરીકે હારે કામ કરનારા છયી; તમે પરમેશ્વરની ખેતી, અને પરમેશ્વરનાં ઘર છો.


ખાલી તેઓ જ મસીહના સેવક નથી, હું એનાથી પણ વધીને છું, મે એનાથી ક્યાય વધારે દુખ ભોગવ્યું છે, એનાથી ક્યાય વધારે કેદી બનાવવામાં આવ્યો છું, બોવ બધીવાર કોયડાથી માર ખાધી છે, સદાય મારો જીવ મોતના જોખમમાં પડયો છે.


ઈ હાટુ કે, આપણે જો દેહમાં હોયી કે, પરમેશ્વરની હારે હોયી, આપડે એને રાજી કરવા ઈચ્છી છયી.


હવે પરમેશ્વરની હારે કામો કરનારા અમે તમને માનપૂર્વક વિનવણી કરી છયી કે, તમે જે કૃપા પરમેશ્વરથી મેળવી છે એને નકામી નો થાવા દયો.


જે કાય તમે કરી રયા છો એના કારણે હું સીંતામાં છું કે, તમારી વસે મારી સેવા નકામી થય છે.


જેથી જઈ મસીહ પાછો આયશે, તઈ મારે અભિમાન કરવાનું કારણ થાહે કે, હું નકામું ધોડ્યો નથી અને મે નકામી મેનત કરી નથી.


પણ મને પરભુ ઈસુમાં આશા છે કે, હું તિમોથીને તમારી પાહે તરત મોકલ્ય; જેથી જઈ ઈ પાછો આવે, તો તમારી વિષે ખબર જાણીને મને પ્રોત્સાહન મળે.


આને પુરું કરવા હાટુ ઈ પરાક્રમી તાકાતથી જે મસીહ આપે છે, અને જે મારામાં કામ કરે છે, હું મેનત કરું છું અને ઝઝુમું છું.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને અમારી કઠણ મેનત યાદ હશે કે, તમને અમારી જરૂરીયાતોનું ધ્યાન નો રાખવું પડે ઈ હાટુ અમે રાત દિવસ કામ ધધો કરતાં તમારી વસે પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરયો.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, છેલ્લી વાત આ છે કે, તમારુ જીવન જીવવાથી પરમેશ્વરને કેવી રીતે રાજી કરવા ઈ અમારીથી શીખા છો, અને એમ જ તમે જીવો છો, ઈ હાટુ અમે પરભુ ઈસુ મસીહના નામમાં તમારીથી વિનવણી કરી છયી, અને તમને હંમજાવી પણ છયી કે, તમે એમા વધતા જાવ.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને વિનવણી કરી છયી એવા લોકોને સેતવણી આપો જે આળસુ છે અને બીય ગયેલાઓને હિંમત આપો, અને જે વિશ્વાસમા નબળા છે એઓની મદદ કરો, અને બધાયની હારે ધીરજ રાખીને વ્યવહાર કરો.


તારાથી વધારે ઉમરનાં માણસને ખીજાતો નય, પણ એને પોતાના બાપની જેમ માનીને માનથી હંમજાવ અને પોતાનાથી ઓછી ઉમર વાળાને પોતાનો ભાઈ હમજીને સલાહ આપ.


જે લોકો પાપ કરે એને બધાય વિશ્વાસી લોકોની હામે ખીજા, જેથી બાકીના બીજા વિશ્વાસી હોતન પાપ કરવાથી બીવે.


જે ખેડૂતો કઠણ મેનત કરે છે, પાકેલા અનાજમાંથી પેલો ભાગ એને જ મળવો જોયી.


હવે ખરા વખતે, પરમેશ્વરે આ હારા હમાસારને આપડી હામે પરગટ કરી અને આપડે એનો પરચાર બધાયની વસે કરી છયી. પરમેશ્વર આપડા તારનારે આ આજ્ઞા આપતા મને જવાબદારી આપી કે, એની હાટુ આ કામ કરૂ.


હું ઈ હાટુ તને ક્રીત ટાપુમાં મુકીને આવ્યો હતો, જેથી તુ સ્થાનિક મંડળીમાં તેઓની તકલીફોને સુધારી હક, જેને હારું કરવા હાટુ મારી પાહે વખત નોતો, અને ક્રીતના દરેક શહેરની મંડળીમાં વડવા આગેવાનોની પસંદગી કર, આ બાબત ઉપર મારી તરફથી તને મળેલી સૂસનાને યાદ રાખ.


ઈ હાટુ તિતસ હું ઈચ્છું છું કે, તુ ક્રીતના વિશ્વાસીઓને આ વાતો શીખવ, જે મે તને કીધી છે. હંમજાય અને જ્યાં જરૂરી હોય, ન્યા તેઓને સુધારો કરયા કર, તને એવુ કરવાનો અધિકાર છે નક્કી કર કે, જે કાય પણ તુ શિખવાડ છો, એને કોય નજર અંદાજ નો કરે.


તમારા આગેવાનો રાત-દિવસ તમારા આત્માઓની દેખભાળ કરે છે; જેથી તમે ભટકી નો જાવ. કેમ કે, તેઓને એની સેવાનો હિસાબ આપવાનો છે. ઈ હાટુ તમે એની આજ્ઞા પાલન કરો અને એની આધીન રયો, જેનાથી તેઓ પોતાનું કામ હરખથી કરે, નય કે હોગ કરતાં, કેમ કે, એનાથી તમને કાય લાભ થાતો નથી.


જે તમારી આગેવાની કરનારા હતા, અને જેઓએ તમને પરમેશ્વરનાં વચનો હંભળાવ્યા છે, તેઓને યાદ કરો, અને ધ્યાનથી તેઓના વિતાવેલા જીવન વિષે વિસાર કરો અને પરમેશ્વર ઉપર તેઓનો વિશ્વાસ જોયને તેઓની જેમ કરો.


હવે હું બતાવય કે મારા જમણા હાથના હાત તારાઓનો શું અરથ છે અને હોનાની હાત દીવીઓનો શું અરથ છે જેમ કે પેલા ખબર નોતી કે એનો અરથ આમ છે. હાત તારા જે સ્વર્ગદુતોને દર્શાવે છે ઈ હાત મંડળીઓની રખેવાળી કરે છે અને હાત દીવીઓ હાત મંડળીઓને દર્શાવે છે.


પર્ગામમના શહેરમાં મંડળીના દુતને આ સંદેશો લખ, હું આ વાત તને કય રયો છું હું ઈ જ છું; જેની પાહે તલવાર છે જેની બેય ધાર હજાવેલી છે.


થુઆતૈરા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “હું, પરમેશ્વરનો દીકરો જેની આખું આગની જ્વાળાની જેમ છે, અને જેના પગ પીતળની જેમ સમકે છે જેમ તેજ ગરમ આગમાં સમકે છે.” ઈ આ કેય છે,


હું જાણું છું કે, તે ધીરજથી દુખોને સહન કરયા છે કેમ કે, તુ મારી ઉપર વિશ્વાસ કરશો, જેથી તે મારી સેવા કરવાનું બંધ નથી કરયુ.


આ સંદેશાને સ્મર્ના શહેરની મંડળીના જુથના સ્વર્ગદુતને લખ, “હું તમને આ વાતુ કય રયો છું હું પેલો છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હું જ છેલ્લો છું, જે બધીય વસ્તુઓનો અંત કરય. હું ઈ જ છું; જે મરી ગ્યોતો અને ફરીથી જીવતો થય ગયો.


હું આ સંદેશો સાર્દિસ શહેરની મંડળીના સ્વર્ગદુતને લખું છું, આ સંદેશો એની તરફથી છે જે હાત તારાઓને પોતાના હાથમાં રાખે છે, અને જે પરમેશ્વરનાં હાત આત્માઓને મોકલે છે કે હું તારા કામોને જાણું છું, તુ જીવતો કેવા છો, પણ છો મરેલો.


લાઓદિકિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, હું જે આમીન કેવાવ છું, કેમ કે, હું વિશ્વાસુ છું, અને હું પરમેશ્વરનાં વિષે જે પણ ખરાય કરું છું, ઈ હાસુ છે, જે કાય પણ એણે બનાવું છે હું ઈ બધાયનો મૂળરૂપ પણ છું હું જે કવ છું ઈ હાંભળો


ફિલાડેલ્ફિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “આ સંદેશો એની તરફથી છે જે પવિત્ર અને હાસથી છે, ઈ જેની પાહે દાઉદનાં રાજ્ય ઉપર અધિકાર છે, જો ઈ કમાડ ખોલે છે, તો કોય પણ એને બંધ નથી કરી હક્તો અને જો ઈ એને બંધ કરી દેય, તો કોય પણ એને ખોલી નથી હકતો.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ