Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 થેસ્સાલોનિકીઓને પત્ર 4:4 - કોલી નવો કરાર

4 અને તમારામાથી દરેક પોતાની બાયડી હારે પવિત્ર અને માનપૂર્વકનો સંબંધ જાળવી રાખે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 થેસ્સાલોનિકીઓને પત્ર 4:4
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ પરભુ ઈ એને કીધું કે, “તુ જાય, કેમ કે એને તો બિનયહુદી જાતિના લોકો, રાજાઓ અને ઈઝરાયલ દેશના લોકોને આગળ મારી સેવા કરવા હાટુ ગમાડયા છે.


એથી પરમેશ્વરે તેઓને એના હૃદયની ખરાબ ઈચ્છાઓની અશુદ્ધતા હાટુ છોડી દીધા કે, તેઓ અંદરો અંદર પોતાના દેહને ખરાબ કરે.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને પરમેશ્વરની દયાને યાદ કરાવીને વિનવણી કરું છું કે, પોતાના દેહનુ જીવતુ, અને પવિત્ર, અને પરમેશ્વરને ગમે એવુ બલિદાન કરો, ઈ જ તમારુ ભજન કરવાનું હાસું કારણ છે.


હું દરોજના જીવનમાંથી એક દાખલાનો ઉપયોગ કરીને કવ છું જેવી રીતે તમે પોતાના દેહના અંગોને અશુદ્તા અને પાપી કામોના ગુલામ કરીને હોપી દીધા હતાં, એવી જ રીતે હવે પોતાના અંગોને પવિત્રતાની હાટુ ન્યાયી જીવન જીવવા હાટુ હોપી દયો.


તમે જરૂર જાણો છો કે, તમારું દેહ મસીહનું અંગ છે. તો શું એક માણસ પોતાના દેહને લયને જે મસીહનું છે, એને ઈ વેશ્યાની હારે જોડી હકે? નય! કોયદી નય!


પણ છીનાળવા નો થાય ઈ હાટુ દરેક માણસે અને બાયે લગન કરવા.


પણ જો તેઓની હાટુ પોતાની ઉપર કાબુ રાખવું શક્ય નથી તો તેઓને લગન કરી લેવા ઈ હારું છે, ભુંડી ઈચ્છાઓથી જીવ બળવા કરતાં લગન કરી લેવા ઈ જ હારું છે.


અમે તો ધૂડના ઠામડાની જેમ છયી અને અમારી પાહે પણ આ આત્મા છે; જેથી બધાયથી હારું સામર્થ્ય અમારું નથી, પણ પરમેશ્વર પાહેથી મળેલું છે એમ ખુલ્લું થાય છે.


ઈ હાટુ, વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જે-જે વાતુ હાસી છે, અને જે-જે વાતો માન આપવાને લાયક છે, અને જે-જે વાતો ન્યાયી છે, જે-જે વાતો પવિત્ર છે, અને જે-જે વાતો હારી છે, અને જે-જે વાતો વખાણ કરવામા આવે છે, જેમ કે, જે પણ બોવ હારી અને માનનીય છે, ઈ બાબતો વિષે વિસાર કરો.


લગનને માન આપો અને પથારી પવિત્ર રાખો, કેમ કે પરમેશ્વર લંપટો અને છીનાળવા કરનારાઓનો ન્યાય કરશે.


એમ જ તમે ધણીઓ, પોતાની બાયડીઓ હારે હળી મળીને રયો અને એની મદદ કરવાના વિષે વિસાર કરો. તમારે યાદ રાખવું જોયી કે, ઈ તમારાથી નબળી છે. એટલે તમારે એને માન આપવું જોયી કેમ કે, તમે બેય એના વરદાનના ભાગીદાર છો, જે પરમેશ્વરે કૃપાથી તમને દીધુ છે. એટલે અનંત જીવનનું વરદાન, એવુ કરો જેથી જઈ તમે પરમેશ્વરને પ્રાર્થના કરો તો ઈ તમારુ હાંભળે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ